Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો:છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગરથી પેરોલ ફર્લો સ્કવોડે ઝડપ્યો

    2 days ago

    સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે પોક્સોના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી મુળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસ કોન્સ્ટેબલ કપિલ ખોડા સુમેરાને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ દ્વારા સચોટ બાતમી મળી હતી. જેના આધારે આરોપી પરેશ રૂપસિંહ લુહાર (રહે. બિયોક, તા. વાવ, જિ. થરાદ) ને સુરેન્દ્રનગરના ટાગોર બાગ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ. સિંગરખિયાને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ ટીમના કર્મચારીઓ સાથે મળીને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે એક્શન પ્લાન બનાવ્યો હતો. આ કામગીરીમાં પીએસઆઈ આર.જે. ગોહીલ અને પોલીસ કોન્સ્ટેબલ કપિલભાઈ ખોડાભાઈ સુમેરા સહિતના પોલીસકર્મીઓ પણ સામેલ હતા. આરોપી પરેશ લુહારને કાયદેસરની કાર્યવાહી બાદ મુળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    BJP man drops out of Bihar bypoll race against Prashant Kishor
    Next Article
    કૃષિ મંત્રી- વિધાનસભાના અધ્યક્ષે ખારેક ફાર્મની મુલાકાત લીધી:આધુનિક ખેતી બિરદાવી, નર્મદા જળથી આવક વધારવા ટેકનોલોજી અપનાવવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment