Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડી પૂરની સમસ્યા ડામવા સ્ટેન્ડિંગ કમિટીનો મોટો આદેશ:ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી સોમવારથી યુદ્ધના ધોરણે શરૂ થશે, સુરતીઓને મળશે મોટી રાહત

    9 hours ago

    સુરત શહેરમાં ચોમાસા દરમિયાન દર વર્ષે સર્જાતી ખાડી પૂરની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટો અને નિર્ણાયક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓ ઓવરફ્લો થઈ હતી, જેના લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સારો સામનો કરવો પડ્યો હતો. આ વિકટ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂરના મૂળ કારણોની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. ઉચ્ચ સ્તરીય બેઠકમાં ધારાસભ્યો અને મનપાના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત ગાંધીનગર ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં સુરતના કલેક્ટર, તમામ સ્થાનિક ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકા (SMC) ના કમિશનર એમ. નાગરાજન, સુરતના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ મનપાના તમામ ઉચ્ચ વહીવટી અને ટેકનિકલ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પૂરની સ્થિતિ પર કાબૂ મેળવવા અને ભવિષ્યમાં જળબંબાકારની આવી ઘટનાઓ અટકાવવા માટેના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રવાહ પર જ ખડકાયા ગેરકાયદે બાંધકામો ગયા વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડી વિસ્તારોનો એક વિસ્તૃત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સર્વે મુજબ, ખાડીના કુદરતી પ્રવાહની આસપાસ અને ખાડીની ઉપર જ મોટા પાયે અનેક ગેરકાયદેસર બાંધકામો અને પાકા દબાણો ખડકી દેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર બાંધકામોને કારણે ખાડીની વાસ્તવિક પહોળાઈ ઘટી ગઈ છે અને પાણીના કુદરતી નિકાલનો માર્ગ સંપૂર્ણપણે અવરોધાયો છે. ચોમાસામાં જ્યારે ઉપરવાસમાંથી ભારે પાણી આવે છે, ત્યારે આ દબાણોને કારણે પાણી આગળ વધી શકતું નથી અને આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ફરી વળે છે, જે સુરતમાં પૂરની સ્થિતિ માટે મુખ્યત્વે જવાબદાર છે. સોમવારથી ફરશે મનપાનું બુલડોઝર આ સર્વે રિપોર્ટ અને મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને કડક આદેશો જારી કરી દેવામાં આવ્યા છે. આદેશ અનુસાર, ખાડી કિનારે અને તેની આસપાસ નડતરરૂપ બનેલા તમામ ગેરકાયદેસર બાંધકામોને આગામી સોમવારથી જ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. ચેરમેને સ્પષ્ટ સૂચના આપી છે કે આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવાશે નહીં અને ખૂબ જ ઝડપથી તમામ દબાણો હટાવીને ખાડીને ખુલ્લી કરવામાં આવે. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ લોંગ ટર્મ પ્લાનિંગ કરાશે: કમિશનર સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજને આ અંગે જણાવ્યું હતું કે, "આખા સુરતમાં અલગ-અલગ ખાડીઓ પર જે કામગીરી ચાલી રહી છે, એમાં લાંબા ગાળાનું આયોજનબદ્ધ (Long-term) પ્લાનિંગ કરવાની ખૂબ જરૂર છે, જે માટે રાજ્ય સરકાર તરફથી પણ જરૂરી ગાઇડલાઇન મળી છે. સુરત મહાનગરપાલિકા પણ આ ગંભીર મુદ્દે ચિંતિત છે, તેથી આ મેગા પ્લાનિંગ માટેની સત્તાવાર પ્રક્રિયા હવે તુરંત શરૂ કરવામાં આવશે." હવે સમગ્ર સુરત શહેરની નજર સોમવારથી શરૂ થઈ રહેલી આ મેગા ડિમોલિશન ડ્રાઇવ પર ટકેલી છે. એ જોવું મહત્વનું રહેશે કે મહાનગરપાલિકાનું બુલડોઝર કેટલા ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરે છે. જો આ કામગીરી સચોટ અને સમયસર પૂર્ણ થશે, તો વર્ષોથી ખાડી પૂરની સમસ્યાથી પીડાતા સુરતીઓને ખૂબ મોટી રાહત મળશે અને ચોમાસા દરમિયાન મિલકતોને થતું કરોડોનું નુકસાન અટકાવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    સોમા તળાવ બ્રિજ પાસેથી ગાંજાના જથ્થા સાથે શખસ દબોચાયો:એક વોન્ટેડ, કપુરાઈ પોલીસે 77,900નો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    DDOએ મોવિયા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કર્યા:કંચનબેન ખુંટે નિયમો નેવે મૂકી ખાનગી સંસ્થાઓને રૂ. 14.50 લાખ લુટાવ્યા, સરકારી નાણાંનો દુરુપયોગ ભારે પડ્યો!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment