Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમા તળાવ બ્રિજ પાસેથી ગાંજાના જથ્થા સાથે શખસ દબોચાયો:એક વોન્ટેડ, કપુરાઈ પોલીસે 77,900નો મુદ્દામાલ જપ્ત કર્યો

    8 hours ago

    વડોદરા શહેરના યુવાધનને માદક પદાર્થો અને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરવા પોલીસ દ્વારા અવાર નવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે કપુરાઈ પોલીસે સોમા તળાવ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી ગાંજા સહિત કુલ રૂપિયા 77,900 ના મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સોમા તળાવ બ્રિજ ચડતા પહેલાં ભંગારની દુકાન સામે આરોપી ઊભો હતો કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાઓલ અને ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન સોમા તળાવ બ્રિજ ચડતા પહેલાં ભંગારની દુકાન સામે લાલાભાઈ કનુભાઈ રાઠોડ નામનો ઈસમને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. એક્ટિવાની અંદર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો રાખીને તેનું વેચાણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. 558 ગ્રામ વનસ્પતિજન્ય સૂકો ગાંજો મળ્યો, 77 હજારનો મુદ્દામાલ જપ્ત બાતમીના આધારે કપુરાઈ પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે રેઇડ કરીને લાલસિંહ ઉર્ફે લાલો કરણસિંહ ઉર્ફે કનુભાઈ રાઠોડ (રહે. મંદિરવાળું ફળિયું, સોમા તળાવ બ્રિજ પાસે, વડોદરા) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસને તેની પાસેથી 558 ગ્રામ વનસ્પતિજન્ય સૂકો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત ₹27,600 થાય છે. આ ઉપરાંત ₹50,000ની કિંમતનું એક્ટિવા સ્કૂટર, પ્લાસ્ટિકની થેલીઓ અને સ્ટેપલર સહિત કુલ ₹77,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાંજાના જથ્થા સાથે એક દબોચાયો, એક વોન્ટેડ આ સફળ કામગીરી બાદ કપુરાઈ પોલીસે પકડાયેલા આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી અશ્વિનીકુમાર (રહે. રેલ્વે પટરી પાસે, સુરત)ને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદીપુરા વાયરસ નોંધાતા આરોગ્ય વિભાગ એક્શનમાં:આરોગ્ય વિભાગે વાયરસથી પ્રભાવિત વિસ્તારમાં વસતા 216 લોકો સહિત 183 ઘરોનો સઘન સર્વે કરી 821 લોકોનું સ્ક્રીનિગ કર્યું
    Next Article
    ખાડી પૂરની સમસ્યા ડામવા સ્ટેન્ડિંગ કમિટીનો મોટો આદેશ:ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી સોમવારથી યુદ્ધના ધોરણે શરૂ થશે, સુરતીઓને મળશે મોટી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment