Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરા વાયરસ નોંધાતા આરોગ્ય વિભાગ એક્શનમાં:આરોગ્ય વિભાગે વાયરસથી પ્રભાવિત વિસ્તારમાં વસતા 216 લોકો સહિત 183 ઘરોનો સઘન સર્વે કરી 821 લોકોનું સ્ક્રીનિગ કર્યું

    7 hours ago

    મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાછડી ગામમાં ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુહાગ શ્રીમાળી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રવીણ પટેલની સીધી દેખરેખ હેઠળ જિલ્લા રોગચાળા અટકાયતી ટીમ, તાલુકા આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સઘન સર્વેલન્સ અને રોગ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાળકની સ્થિતિ સ્થિર, વડનગર GMERS માં સારવાર હેઠળ હાલમાં જે બાળકમાં આ ભયજનક વાયરસના લક્ષણો જોવા મળ્યા છે, તેને તાત્કાલિક ધોરણે વડનગરની GMERS હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું છે. ત્યાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે અને બાળકની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ પંથકના નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે સમગ્ર વિસ્તારમાં અત્યાર સુધી અન્ય કોઈ નવો શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી. 800થી વધુ લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય એટલે કે રેત માખી દ્વારા ફેલાતો એક વાયરસજન્ય રોગ છે, જે ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોતાનો શિકાર બનાવે છે. આ વાયરસ સીધો મગજ પર અસર કરતો હોવાથી તે અત્યંત જીવલેણ અને ગંભીર સાબિત થઈ શકે છે, જેથી તેમાં સમયસર નિદાન ખૂબ જ અનિવાર્ય છે. લાછડી ગામની કુલ વસ્તી 2,256 ની છે, જેમાંથી વાયરસથી પ્રભાવિત વિસ્તારમાં વસતા 216 લોકો સહિત આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં 183 ઘરોનો સઘન સર્વે કરીને 821 જેટલા લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ પૂર્ણ કર્યું છે. રોગચાળાના ફેલાવાને ડામવા માટે અસરગ્રસ્ત વિસ્તારની આજુબાજુના 50થી વધુ ઘરોમાં મેલેથીયોન ડસ્ટિંગ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેમજ માઇક દ્વારા પ્રચાર અને પત્રિકા વિતરણ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. વાયરસના મુખ્ય લક્ષણો આ જીવલેણ વાયરસના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે, જેના પર વાલીઓએ ખાસ નજર રાખવાની રહેશે: આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે આ રોગથી બચવા માટે ઘર અને પશુઓના રહેઠાણની આસપાસ નિયમિત જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. બાળકોને શરીર પૂરેપૂરું ઢંકાય તેવા જ કપડાં પહેરાવવા અને ખાસ કરીને સાંજના સમયે તેમને બહાર રમવા મોકલવાનું ટાળવું જોઈએ. ઘરોમાં રેતી માખી તેમજ મચ્છરોથી બચવા માટે મચ્છરદાની કે બારી-બારણામાં જાળીનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો કોઈ પણ બાળકમાં તાવ, ઊલટી કે ખેંચ જેવા લક્ષણો દેખાય તો જરાય વિલંબ કર્યા વિના નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. તંત્ર દ્વારા નાગરિકોને સર્વેની કામગીરીમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    TV Newsance 347 | Modi does math and your car pays the price for E20
    Next Article
    સોમા તળાવ બ્રિજ પાસેથી ગાંજાના જથ્થા સાથે શખસ દબોચાયો:એક વોન્ટેડ, કપુરાઈ પોલીસે 77,900નો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment