Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DDOએ મોવિયા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કર્યા:કંચનબેન ખુંટે નિયમો નેવે મૂકી ખાનગી સંસ્થાઓને રૂ. 14.50 લાખ લુટાવ્યા, સરકારી નાણાંનો દુરુપયોગ ભારે પડ્યો!

    10 hours ago

    રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા મોવિયા ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંની ગંભીર ગેરરીતિ, સત્તાનો દુરુપયોગ અને પંચાયતી રાજના નિયમોના સરેઆમ ઉલ્લંઘનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા પંચાયતના સ્વભંડોળમાંથી નિયમોને નેવે મૂકીને ખાનગી સંસ્થાઓને લાખો રૂપિયાની સખાવતો અને દાન આપવામાં આવ્યું હોવાનું સત્તાવાર તપાસમાં સાબિત થયું છે. પંચાયતના ભંડોળનો આ પ્રકારે મનસ્વી અને ગેરકાયદેસર ઉપયોગ કરીને કુલ રૂ. 14.50 લાખના નાણાકીય વ્યવહારોમાં વ્યાપક દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પ્રશાસનના ધ્યાને આવ્યું હતું. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કંચનબેન ખૂંટને સરપંચ પદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. પંચાયતની તિજોરીમાંથી રૂ. 12,50,000ની માતબર રકમનું દાન ખેરાતની જેમ આપી દીધું પ્રાપ્ત વિગત મુજબ મોવિયા ગ્રામ પંચાયતના સરપંચ કંચનબેન ખૂંટ દ્વારા પંચાયત સભાના સત્તાવાર એજન્ડામાં કોઈ પણ પ્રકારની પૂર્વ ચર્ચા કર્યા વગર, સાથી સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કે કોઈપણ યોગ્ય વહીવટી પ્રક્રિયાનું પાલન કર્યા વિના મનઘડત નિર્ણયો લેવામાં આવ્યા હતા. અને ગુજરાત પાટીદાર ગૌ સેવા જીવ દયા નામની એક ખાનગી પાંજરાપોળને પંચાયતની તિજોરીમાંથી રૂ. 12,50,000ની માતબર રકમનું દાન ખેરાતની જેમ આપી દેવામાં આવ્યું હતું. સરકારી તેમજ પંચાયતી ભંડોળનો ઉપયોગ લોકકલ્યાણ અને ગામના આંતરમાળખાકીય વિકાસના કાર્યો માટે કરવાનો હોય છે, તેના બદલે કોઈપણ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના આટલી મોટી રકમ ખાનગી સંસ્થાને ટ્રાન્સફર કરી દેવાતા વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું હતું. બે વાઉચરો બનાવીને 2 લાખનું બીજું ગેરકાયદે દાન ચૂકવી દીધું આ ગંભીર નાણાકીય અનિયમિતતા અહીં જ અટકી ન હતી. તપાસ દરમિયાન વધુ વિગતો બહાર આવી છે કે રાજકોટ સ્થિત નાથાણી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એક ખાનગી બ્લડ બેંકની જાળવણી, મરામત અને રિપેરિંગ કામ અર્થે પંચાયતના ભંડોળમાંથી બે અલગ-અલગ વાઉચરો બનાવીને કુલ રૂ. 2,00,000નું બીજું ગેરકાયદેસર દાન પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. ઓડિટ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે સરપંચ દ્વારા પ્રથમ વાઉચર તારીખ 12/06/2023ના રોજ રૂ. 1,00,000નું અને બીજું વાઉચર તારીખ 30/09/2024ના રોજ રૂ. 1,00,000નું પાસ કરીને ખાનગી ટ્રસ્ટને આ રકમ ચૂકવી દેવામાં આવી હતી. 14.50 લાખની સરકારી અને સાર્વજનિક રકમનો અંગત ઉપયોગ કર્યાનો આક્ષેપ આમ, પાંજરાપોળને આપવામાં આવેલા રૂ. 12,50,000 અને બ્લડ બેંકને અપાયેલા રૂ. 2,00,000 મળીને કુલ રૂ. 14.50 લાખની સરકારી અને સાર્વજનિક રકમનો અંગત હિત કે મનસ્વી વલણ અપનાવીને દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો તપાસમાં પુરાવાઓ સાથે સાબિત થયા છે. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ થયેલા તપાસ અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સરપંચની સમગ્ર કાર્યપદ્ધતિ અને વહીવટ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની વિવિધ કલમો તેમજ નાણાકીય ઔચિત્યના નિયમોની સરેઆમ વિરુદ્ધ છે. સરપંચ સંપૂર્ણપણે કસૂરવાર અને જવાબદાર ઠર્યા પંચાયતના નિયમો અનુસાર લોકફંડ કે સરકારી ગ્રાન્ટની રકમ આ પ્રકારે કોઈ ખાનગી સંસ્થાઓને સીધેસીધી દાનમાં આપી શકાતી નથી. સક્ષમ વહીવટી અધિકારી કે ગ્રામ વિકાસ વિભાગની પૂર્વ મંજૂરી વિના પ્રજાના ટેક્સના અને વિકાસના નાણાંનો આ પ્રકારે વ્યય કરવા બદલ સરપંચ સંપૂર્ણપણે કસૂરવાર અને જવાબદાર ઠર્યા છે. કંચનબેન ખૂંટ સામે નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો પુરવાર થતાં આખરે વહીવટી તંત્રે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. 'કંચનબેન ખૂંટને તાત્કાલિક અસરથી સરપંચ પદેથી બરતરફ કરાયા' રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના આદેશમાં જણાવ્યું છે કે, મોવિયા ગ્રામ પંચાયતના સરપંચે પોતાની સત્તાનો ઘોર દુરુપયોગ કર્યો છે અને સરકારી નાણાંને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેથી તેમને પદ પર ચાલુ રાખવા તે લોકશાહી અને વહીવટી હિતમાં નથી. આથી કંચનબેન ખૂંટને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ તાત્કાલિક અસરથી સરપંચ પદેથી બરતરફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવામાં આવેલા કડક અને શાસનાત્મક પગલાને પગલે ગોંડલ તાલુકાની અન્ય ગ્રામ પંચાયતોના હોદ્દેદારો અને વહીવટકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. કંચનબેન ખૂંટે રાજીનામુ આપવાનો સ્ટંટ કર્યો હતો ઉલ્લેખનીય છે કે અગાઉ જાન્યુઆરી-2024માં પણ મહિલા સરપંચ કંચનબેન ખૂંટે રાજીનામુ આપવાનો સ્ટંટ કર્યો હતો. પોતે એક મહિલા હોવાને કારણે ઘરની સાથે આ જવાબદારી સંભાળી શકતા નહીં હોવાનું તેઓએ જે-તે સમયે જણાવ્યું હતું. જોકે બાદમાં રાજીનામું પરત ખેંચ્યું હતું. આમ કંચનબેન અગાઉ પણ ચર્ચામાં આવી ચુક્યા છે. ત્યારે હવે સરકારી નાણાનો દુરુપયોગ કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવતા ફરી એકવાર સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખાડી પૂરની સમસ્યા ડામવા સ્ટેન્ડિંગ કમિટીનો મોટો આદેશ:ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી સોમવારથી યુદ્ધના ધોરણે શરૂ થશે, સુરતીઓને મળશે મોટી રાહત
    Next Article
    राम मंदिर में FIR- सूत्र, संजय सिंह ने सौंपे ज़मीन घोटाले के सबूत, चंपत राय का इस्तीफा कब होगा?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment