Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં માર્ગ અકસ્માત ઘટાડવા રોડ સેફ્ટી કમિટીની બેઠક:ટ્રાફિક નિયમોના કડક અમલ અને જાગૃતિ પર ભાર મૂક્યો

    14 hours ago

    મહીસાગર જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી, જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે આયોજિત કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ માર્ગોની સ્થિતિ અને ટ્રાફિક નિયમનની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી. ગત તારીખ 12-06-2026ના રોજ મળેલી સમિતિની અગાઉની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપી, તે અન્વયે થયેલી કામગીરીની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત), GSRDC, SRP અને નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) સહિત જિલ્લાની તમામ રોડ ઓનિંગ એજન્સીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ એજન્સીઓએ માર્ગ સલામતી વધારવા માટે અત્યાર સુધીમાં લીધેલા પગલાં અને ભવિષ્યના એક્શન પ્લાન અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. જિલ્લામાં ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન (એન્ફોર્સમેન્ટ) અને વાહનચાલકોમાં જાગૃતિ લાવવા (અવેરનેસ) સંબંધિત કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ડિસ્ટ્રિક્ટ હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સ દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી. અકસ્માત પીડિતોને સહાયરૂપ થતી 'PM RAHAT' યોજના હેઠળ જિલ્લામાં થયેલી કામગીરીનો ચિતાર પણ મેળવવામાં આવ્યો હતો. બેઠકના અંતે, કલેક્ટર અર્પિત સાગરે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે સંબંધિત તમામ અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા મુખ્ય મથક લુણાવાડા શહેરમાં, ખાસ કરીને મુખ્ય હાઈવે માર્ગો પર, ભારે ટ્રાફિક જામ અને વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સહિત અન્ય સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવસારી ST ડેપો પાસે બસે પાર્ક બાઇકને ટક્કર મારી:અકસ્માત સર્જી ચાલક ફરાર, ઘટના CCTVમાં કેદ
    Next Article
    ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં વધારો:ટામેટા-કોબીના ભાવ બમણા, વાહન વ્યવહાર ખોરવાતા આવક ઘટી; આગામી દિવસોમાં હજુ ભાવ વધી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment