Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં વધારો:ટામેટા-કોબીના ભાવ બમણા, વાહન વ્યવહાર ખોરવાતા આવક ઘટી; આગામી દિવસોમાં હજુ ભાવ વધી શકે

    13 hours ago

    સમગ્ર સુરત સહિત દક્ષિણ ગુજરાત અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનરાધાર વરસાદની સીધી અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેને પગલે સુરતના જથ્થાબંધ અને છૂટક બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થતાં ગૃહિણીઓનું રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. બજારમાં અચાનક આવેલી આ તેજીના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે હવે થાળીમાં લીલું શાક પીરસવું મુશ્કેલ બની ગયું છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પાકને ભારે નુકસાન સુરત અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના હજારો એકર જમીનમાં ઊભેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેતરો બેટમાં ફેરવાઈ જતાં તૈયાર થયેલો શાકભાજીનો પાક સડી રહ્યો છે. ખાસ કરીને પાણી ભરાઈ રહેવાને કારણે જમીનની અંદર થતા અને વેલાવાળા પાકોને સૌથી વધુ ફટકો પડ્યો છે. કુદરતી આફતની આ થપાટે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે અને ઊભો પાક નિષ્ફળ જતાં ધરતીપુત્રો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. ખેતરોમાં પાણી ભરાતા આ પાકોને બેવડો ફટકો સતત વરસી રહેલા વરસાદના કારણે જે શાકભાજી પાણીમાં વધુ સમય ટકી શકતી નથી, તેના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોબીજ, ફ્લાવર, ટામેટા, રીંગણ, તુવેર સિંગ, ગુવાર અને આદુ જેવા મુખ્ય શાકભાજીના પાકો પાણી ભરાવાને કારણે ખેતરોમાં જ નાશ પામ્યા છે. શાકભાજીનો છોડ સડી જવાને કારણે નવી આવક અટકી ગઈ છે. આ આદુ અને મરચાં જેવા મસાલા પાકોની સ્થિતિ પણ ખૂબ જ નાજુક બની ગઈ છે, જેને કારણે બજારમાં આ તમામ વસ્તુઓની અછત વર્તાવા લાગી છે. ટ્રાન્સપોર્ટેશન ખોરવાતા માર્કેટમાં આવક ઘટી છેલ્લા 2 થી 3 દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે માત્ર ખેતરો જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોને માર્કેટ યાર્ડ સાથે જોડતા મુખ્ય રોડ-રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. માર્ગો પર પાણી ફરી વળવાના કારણે વાહનવ્યવહાર અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવस्था સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સુરત ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી હોવાની સાથે શાકભાજી માટે પણ મહારાષ્ટ્ર પર ખૂબ મોટો આધાર રાખે છે. મહારાષ્ટ્રથી આવતી ટ્રકો રસ્તામાં અટવાઈ પડતાં સુરતના જથ્થાબંધ બજારમાં શાકભાજીની આવક નહિવત થઈ ગઈ છે, જે ભાવવધારાનું મુખ્ય કારણ બન્યું છે. જથ્થાબંધ બજારમાં ભાવનો આંકડો (ક્રેટ મુજબ) સુરતના જથ્થાબંધ માર્કેટમાં શાકભાજીના ભાવોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બજારમાંથી મળતી વિગતો મુજબ ટામેટાના ભાવ અગાઉ ₹200થી ₹300માં મળતું ક્રેટ હવે સીધું ₹400થી ₹800 સુધી પહોંચી ગયું છે. ફ્લાવરના ભાવ માર્કેટમાં અછત સર્જાતા ફ્લાવરનો ભાવ પ્રતિ ક્રેટ ₹300થી ₹700 સુધી બોલાઈ રહ્યો છે. જ્યારે કોબીના ભાવ વધીને ₹400થી ₹800 રૂપિયા થઈ ગયો છે. મરચાંની આવક ઘટતા તેના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે અને ભાવ ₹700થી ₹1,500 સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત રીંગણ, આદુ અને ગુવારના ભાવમાં પણ 2થી 3 ગણો વધારો ઝીંકાયો છે, જેની સીધી અસર છૂટક ગ્રાહકો પર પડી રહી છે. નવી વાવણી પર સંકટ અને આગામી દિવસોની ભીતિ બજારના અગ્રણી વેપારી બાબુભાઈ પઠાણે આ ગંભીર પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે માત્ર ગૃહિણીઓ જ નહીં, પણ સૌથી પહેલા આપણો 'જગતનો તાત' પાયમાલ થઈ ગયો છે. ખેડૂતો આખા વર્ષની આશા સાથે ખેતી કરે છે અને તેના પર પાણી ફરી વળ્યું છે. પાક ઓછો આવતા ભાવ વધ્યા છે જેની અસર મધ્યમ અને ગરીબ વર્ગ પર પડી રહી છે. જો આગામી દિવસોમાં વરસાદ થોડો વિરામ (પોરો) નહીં લે, તો ખેડૂતો નવી વાવણી નહીં કરી શકે. જો નવી વાવણી સમયસર નહીં થાય તો આગામી દિવસોમાં શાકભાજીની વધુ તીવ્ર તંગી સર્જાશે અને ભાવો હજુ પણ વધી શકે છે. બજારોને અંકુશમાં લાવવા હવે વરસાદ રોકાય અને નવી શાકભાજી માર્કેટમાં ઠલવાય તે જ એકમાત્ર ઉપાય છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં માર્ગ અકસ્માત ઘટાડવા રોડ સેફ્ટી કમિટીની બેઠક:ટ્રાફિક નિયમોના કડક અમલ અને જાગૃતિ પર ભાર મૂક્યો
    Next Article
    Opinion: Blog | Amaira, And The Daily Goodbye Every Parent Takes For Granted

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment