Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી:આવાસ યોજનાઓની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી

    1 day ago

    પોરબંદર, તા. 10: વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી. મંત્રીએ ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાઓની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી. તેમણે સૂચન કર્યું કે લાભાર્થીઓને સમયસર અને પારદર્શક રીતે યોજનાઓનો લાભ મળે અને કોઈ પણ પાત્ર લાભાર્થી વંચિત ન રહે. આ ઉપરાંત, વિચરતી અને વિમુક્ત જાતિઓના સર્વાંગી વિકાસ માટે અમલમાં રહેલી વિવિધ સરકારી યોજનાઓની પણ સમીક્ષા કરવામાં આવી. શિક્ષણ, આવાસ, જીવનનિર્વાહ અને સામાજિક સુરક્ષા સંબંધિત યોજનાઓનો મહત્તમ લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો. મંત્રીએ અધિકારીઓને સંવેદનશીલતા સાથે કામગીરી કરવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચાડવા સતત પ્રયાસશીલ રહેવા અનુરોધ કર્યો. આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, તાલુકા વિકાસ અધિકારી મુસાભાઈ, અગ્રણી રામદેભાઈ ઓડેદરા સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટર્ન લેતી DPSની બસમાં ઘુસી જતા મોપેડ ચાલકનું મોત, CCTV:ડ્રાઇવર-કંડકટર બસ અને બાળકોને મૂકીને ફરાર, લોકોના ટોળા ઉમટ્યાં, અમદાવાદની ઘટના
    Next Article
    માત્ર 3 કલાકમાં 1600 મેટ્રિક ટનનો પોર્ટલ બીમ લોન્ચ:અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, સાબરમતીમાં RCC પોર્ટલ બીમનું સફળતાપૂર્વક લોન્ચિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment