Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટર્ન લેતી DPSની બસમાં ઘુસી જતા મોપેડ ચાલકનું મોત, CCTV:ડ્રાઇવર-કંડકટર બસ અને બાળકોને મૂકીને ફરાર, લોકોના ટોળા ઉમટ્યાં, અમદાવાદની ઘટના

    1 day ago

    શુક્રવારે બપોરે 2:15 વાગ્યાની આસપાસ અમદાવાદના શાસ્ત્રીનગરમાં ટર્ન લઈ રહેલી ડીપીએસ સ્કૂલની બસમાં ઘુસી જતા મોપેડ ચાલક યુવકને ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ડીપીએસ બસના ડ્રાઇવર અને કંડકટર બંને બસ અને બાળકોને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. પલ્લવ ચાર રસ્તા પાસે બપોરના સમયે બોપલ DPS સ્કૂલનો બસ ચાલક બસને વાળતો હતો અને સ્પીડમાં આવતો મોપેડ ચાલક તેમાં ઘુસી ગયો હતો. જેના કારણે બસની નીચે આવી જતા યુવકનું મોત થયું હતું. ત્યાર બાદ ત્રણ-ચાર ફૂટ લાંબો લોહીનો લિસોટો પડી ગયો હતો. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. આ બાબતે યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા યુવક કોણ છે તેની તપાસ કરી તેના પરિવારજનોને જાણ કરવાની અને લાશને પીએમ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બસ ચાલક દ્વારા બસને ડાબી તરફ વાળવામાં આવી રહી હતી ત્યારે પાછળના ભાગે એકટીવા ચાલક ફુલ સ્પીડમાં આવ્યો હતો અને વળાંક લીધો ત્યારે અથડાયો હતો. જેથી પાછળનું વ્હીલમાં યુવક આવી જતાં તેના માથા ઉપર ફરી વળ્યું હતું જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. રોડના વળાંક પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં ડેરી કેડિંગ કરવામાં આવેલા હતા જે બેરીકેડિંગ કર્યા હોવાથી બસે મોટો ટર્ન લેવો પડ્યો અને પાછળથી ફૂલ સ્પીડમાં આવતો એકટીવા ચાલક અથડાયો અને અકસ્માત સર્જાયો હતો. બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ પટેલે જણાવ્યું હતું કે બપોરે 2.30 વાગ્યા આસપાસ શાસ્ત્રીનગર ચાર રસ્તા પહેલા સાઉથ ઢોંસાવાળી ગલી સામે DPS સ્કૂલ બસ અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. એક્ટિવા ચાલકનું નામ યુવરાજ (ઉ.વ. 19- 20) હોવાનું જાણવા મળ્યું છે અને સ્થળ પર જ મૃત્યુ થયું છે. આ અંગેની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં આશાવર્કર બહેનોનું વિરોધ-પ્રદર્શન:ઓનલાઈન કામગીરીના ભારણ સામે સામૂહિક રાજીનામાની ચીમકી
    Next Article
    મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી:આવાસ યોજનાઓની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment