Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં આશાવર્કર બહેનોનું વિરોધ-પ્રદર્શન:ઓનલાઈન કામગીરીના ભારણ સામે સામૂહિક રાજીનામાની ચીમકી

    1 day ago

    આશા વર્કર બહેનોએ આજે દેશભરમાં ‘બ્લેક ડે’ અને ‘મજદૂર માંગ દિવસ’ તરીકે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોરબી જિલ્લામાં પણ આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર યુનિયન દ્વારા સરકાર સામે વિવિધ માંગણીઓ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આશા વર્કર બહેનો પર ઓનલાઈન કામગીરીનું ભારણ સતત વધી રહ્યું છે. ગ્રામ પંચાયતો દ્વારા સામાન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતી બહેનો માટે જટિલ ઓનલાઈન કામગીરી કરવી મુશ્કેલ બની રહી છે. ઓનલાઈન કામગીરી માટે જરૂરી સ્માર્ટફોન, ઇન્ટરનેટ કે યોગ્ય તાલીમ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. તેમ છતાં બહેનોને પોતાના ખર્ચે અને સાધનોનો ઉપયોગ કરીને કામ કરવા મજબૂર કરવામાં આવે છે. યુનિયનના જણાવ્યા અનુસાર, વર્ષ 2025માં સંસદમાં આશા વર્કર બહેનોના વેતનમાં રૂ. 1500નો વધારો કરીને ફિક્સ રૂ. 3500 ચૂકવવાની જાહેરાત કરાઈ હતી. જોકે, દોઢ વર્ષ વીતી જવા છતાં આ જાહેરાતનો અમલ થયો નથી. આ ઉપરાંત, સ્વૈચ્છિક રાજીનામું આપનાર બહેનોને રૂ. 20 હજારના બદલે રૂ. 50 હજાર ચૂકવવાની જાહેરાત પણ હજુ અમલમાં આવી નથી. આશા વર્કર બહેનોને મળવાપાત્ર ઇન્સેન્ટિવની રકમ પણ ચારથી છ મહિના સુધી અટકી રહેતી હોવાની ફરિયાદ છે. સમયસર ચૂકવણી ન થતાં બહેનોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ ચેતવણી આપી છે કે જો તેમની વ્યાજબી માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે અને ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની આશા વર્કર બહેનો એકત્ર થઈ સામૂહિક રાજીનામા આપશે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 828 પોઈન્ટ વધીને 77,569 પર બંધ:નિફ્ટીમાં 244 પોઈન્ટનો ઉછાળો રહ્યો; બેંક અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ખરીદી
    Next Article
    ટર્ન લેતી DPSની બસમાં ઘુસી જતા મોપેડ ચાલકનું મોત, CCTV:ડ્રાઇવર-કંડકટર બસ અને બાળકોને મૂકીને ફરાર, લોકોના ટોળા ઉમટ્યાં, અમદાવાદની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment