Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર 3 કલાકમાં 1600 મેટ્રિક ટનનો પોર્ટલ બીમ લોન્ચ:અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, સાબરમતીમાં RCC પોર્ટલ બીમનું સફળતાપૂર્વક લોન્ચિંગ

    1 day ago

    અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ સાબરમતી ખાતે વધુ એક એન્જિનિયરિંગ સિદ્ધિ નોંધાઈ છે. કાર્યરત રેલવે ટ્રેક પર માત્ર ત્રણ કલાકના બ્લોક દરમિયાન 1,600 મેટ્રિક ટન વજનના વિશાળ પ્રીકાસ્ટ RCC પોર્ટલ બીમનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. માત્ર 3 કલાકમાં 1600 મેટ્રિક ટનનો પોર્ટલ બીમ લોન્ચ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ સાબરમતી વિસ્તારમાં કાર્યરત મુખ્ય રેલવે લાઇન પર આ અત્યંત જટિલ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 34.5 મીટર લાંબા, 5.5 મીટર પહોળા અને 4.5 મીટર ઊંચા પોર્ટલ બીમને માત્ર ત્રણ કલાકના ટ્રાફિક અને પાવર બ્લોક દરમિયાન સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો. 2,200 ટન ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રોલર ક્રેનનો ઉપયોગ આ કામગીરી માટે 2,200 ટન ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રોલર ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અકસ્માત નોંધાયો નહીં અને મુસાફર ટ્રેનોની અવરજવરમાં પણ કોઈ પ્રકારનો વિક્ષેપ સર્જાયો નહોતો. કાર્ય પૂર્ણ થયા બાદ રેલવે ટ્રેક અને ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)ને પણ નિર્ધારિત સમયમર્યાદામાં સુરક્ષિત રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. આધુનિક ટેક્નોલોજીની મદદથી સફળતાપૂર્વક પાર પડ્યું રેલવેના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાર્યરત રેલવે લાઇન પર આટલા ભારે વજનના પોર્ટલ બીમનું કોઈપણ વિક્ષેપ વિના સ્થાપન કરવું એક મોટો પડકાર હતો, જેને ટીમે ચોકસાઈભર્યા આયોજન, સુમેળ અને આધુનિક ટેક્નોલોજીની મદદથી સફળતાપૂર્વક પાર પાડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી:આવાસ યોજનાઓની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી
    Next Article
    'સેક્સ પાવર' વધારવાની આયુર્વેદિક દવા આપી 5000ને ફસાવ્યા:દવાની એડ ને પછી 1 લાખ સુધીની ખંડણીનો ખેલ, અમદાવાદમાં કોલ સેન્ટર ઉભું કર્યું હતું, યુવતી સહિત 7ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment