Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સેક્સ પાવર' વધારવાની આયુર્વેદિક દવા આપી 5000ને ફસાવ્યા:દવાની એડ ને પછી 1 લાખ સુધીની ખંડણીનો ખેલ, અમદાવાદમાં કોલ સેન્ટર ઉભું કર્યું હતું, યુવતી સહિત 7ની ધરપકડ

    1 day ago

    ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આજે 10 જુલાઈએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ચાલતા એક કોલ સેન્ટર પર દરોડો પાડીને, સેક્સ્યુઅલ પાવર વધારવાની આયુર્વેદિક દવાના નામે કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતું આંતરરાજ્ય રેકેટ ઝડપી પાડ્યું છે. આ નેટવર્ક દ્વારા આશરે 4000થી 5000 લોકો સાથે છેતરપિંડી આચરી કરોડો પડાવવામાં આવ્યા છે. જેમાં ગ્રાહક દવા ખરીદે લે ત્યારબાદ પોલીસખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 1 લાખ સુધીની ખંડણી માગતા હતા. આ કેસમાં વસ્ત્રાલ(અમદાવાદ), ઉત્તર પ્રદેશથી મુખ્ય સૂત્રધાર અને યુવતી સહિત 7ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપીને ફસાવતા આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી. આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર "શક્તિવર્ધક દવા", "100 ટકા ગેરંટી", "આયુર્વેદિક સારવાર" અને "પરફોર્મન્સ વધારવાની દવા" જેવી લોભામણી જાહેરાતો આપતા હતા. જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરનાર ગ્રાહકોને કોલ સેન્ટરના કર્મચારીઓ ડોક્ટર અથવા તબીબી નિષ્ણાત બનીને દવા ખરીદવા માટે સમજાવતા હતા. દવા ન ખરીદનારને પોલીસ અધિકારી બની ધમકાવતા જો ગ્રાહક પાર્સલ મેળવીને નાણાં ચૂકવી દે, તો આરોપીઓ તેને ફોન કરીને નકલી પોલીસ અધિકારી કે ડોક્ટર તરીકેની ઓળખ આપતા હતા અને જણાવતા હતા કે તેઓએ પ્રતિબંધિત શક્તિવર્ધક દવા ઓનલાઇન મંગાવી છે. ત્યારબાદ ગ્રાહકના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન કે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના નામે FIR અને ધરપકડનો ડર બતાવી, કેસ રફેદફે કરવા માટે રૂ. 2000થી લઇને 1 લાખ સુધીની રકમ બળજબરીપૂર્વક પડાવતા હતા. જો કોઈ ગ્રાહક કોઈ કારણસર પાર્સલ ન સ્વીકારે, તો પણ તેને જેલની સજા અને પોલીસ કેસની ધમકી આપીને આ જ રીતે રૂપિયા વસૂલતા હતા. દવા કુરિયરથી મોકલતા, મુખ્ય સંચાલક દેવેન્દ્ર રાજાવત આરોપીઓ ગ્રાહકો પાસેથી ઓનલાઈન ઓર્ડર મેળવી પોસ્ટ અને કુરિયર મારફતે દવાની ડિલિવરી કરતા હતા. સમગ્ર કારોબાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા કોલ સેન્ટર પરથી સંચાલિત થતો હતો, જ્યારે ઉત્તર પ્રદેશના ઇટાવામાં રહેતો દેવેન્દ્રસિંહ રાજાવત આ ગેરકાયદે ધંધાનો મુખ્ય સંચાલક હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રોજના 30 હજાર રૂપિયાથી વધુ જાહેરાત પાછળ ખર્ચ કરતાં સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ સોશિયલ મીડિયા પર જાહેરાતો માટે દરરોજ અંદાજે રૂ.30 હજાર જેટલો ખર્ચ કરતા હતા. કમ્પ્યુટર અને ડિજિટલ ડેટાના વિશ્લેષણમાં હજારો લોકોના ડેટાબેઝનો ઉપયોગ કરીને ગ્રાહકોને નિશાન બનાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. દેશભરના 5 હજારથી વધુ લોકો સાથે છેતરપિંડીની આશંકા તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવાઓના આધારે અત્યાર સુધી દેશભરમાં અંદાજે 4થી 5 હજાર લોકો આ ગેંગના શિકાર બન્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલી ફરિયાદોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ વસ્ત્રાલ ખાતે 15 સીટરનું મોટું કોલ સેન્ટર ચલાવતા હતા, જ્યારે ઉત્તર પ્રદેશના બીધુના ખાતે આવી જ બીજી ટીમ નવું કોલ સેન્ટર શરૂ કરવાની ફિરાકમાં હતા. 44 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં 44 મોબાઇલ ફોન, 23 સીપીયુ, 2 લેપટોપ, 1 મોનિટર, 3 કોલર આઇડી ફોન, 3 પેન ડ્રાઇવ, 5 પાસબુક, 1 ચેક બુક, 1 ક્યૂઆર કોડ, કોલર ટ્રાન્સસ્ક્રિપ્ટ, શક્તિવર્ધક દવાના 2 બોક્સ તેમજ તન્વી એન્ટરપ્રાઇઝિસ, અસ્વાની આયુર્વેદ, ડી આર આયુર્વેદ અને આયુર્શક્તિ આયુર્વેદ નામની પેઢીઓના 5 નકલી રબર સ્ટેમ્પ સામેલ છે. 14 બેંક ખાતાઓ ને 5 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકિય વ્યવહાર પકડાયેલા આરોપીઓના વિવિધ બેંકોના 14 બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાં તપાસ દરમિયાન 5 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આ બેંક ખાતાઓ વિરૂદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર અગાઉથી 6 ફરિયાદો નોંધાયેલી છે, જેમાં દિલ્હીની 1, રાજસ્થાનની 2 અને ઉત્તર પ્રદેશની 3 ફરિયાદોનો સમાવેશ થાય છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે આગળની સઘન તપાસ કરી રહી છે. લોભામણી જાહેરાતોથી સાવચેત રહો
    Click here to Read More
    Previous Article
    માત્ર 3 કલાકમાં 1600 મેટ્રિક ટનનો પોર્ટલ બીમ લોન્ચ:અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, સાબરમતીમાં RCC પોર્ટલ બીમનું સફળતાપૂર્વક લોન્ચિંગ
    Next Article
    Idhayam Murali Review: A Breezy Rom-Com That Entertains In Parts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment