Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના કેરિયાનાગસ તળાવમાં નવા નીરની આવક:ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાએ ખેડૂતો સાથે વધામણાં કર્યા

    1 day ago

    અમરેલી તાલુકાના કેરિયાનાગસ ગામમાં આવેલા તળાવમાં ચોમાસાના સારા વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે. આ પ્રસંગે ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ સ્થાનિક ખેડૂતો અને પ્રતિનિધિઓ સાથે નવા નીરના વધામણાં કર્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હર્ષ અને આશાનો માહોલ છવાઈ ગયો છે. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "પાણી એ વિકાસનું પાયાનું બળ છે. તળાવો ભરાય ત્યારે માત્ર જળાશયો જ નહીં, પરંતુ ખેડૂતોની આશાઓ પણ છલકાય છે." તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર જળસંચય, ચેકડેમ, તળાવો અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપી જળસુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. કેરિયાનાગસ તળાવમાં પાણીની નોંધપાત્ર આવકથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. આનાથી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને પશુપાલનને પણ સહારો મળશે. આ પાણી આગામી રવિ અને ઉનાળુ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જે કૃષિ ઉત્પાદન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સ્થાનિક ગ્રામજનોએ નવા નીરની આવકને વધાવી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ જળસંચય, જળ સંરક્ષણ અને પાણીના કરકસરભર્યા ઉપયોગનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત સૌએ જણાવ્યું કે પાણીના દરેક ટીપાનું સંરક્ષણ કરીને જ આગામી પેઢી માટે જળસુરક્ષિત ગુજરાતનું નિર્માણ શક્ય બનશે. આ નવા નીરના વધામણાંની વેળાએ અમરેલી તાલુકાના સ્થાનિક હોદ્દેદારો, અગ્રણીઓ, કેરિયાનાગસના સરપંચ અને પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં અષાઢી બીજે જગન્નાથજીની ત્રણ અલગ-અલગ રથયાત્રાઓ નીકળશે:પોલીસ તંત્ર સતર્ક, શાંતિ સમિતિની બેઠક યોજી, રૂટ પર ફ્લેગ માર્ચ
    Next Article
    સિદ્ધપુરમાં આતંકવાદ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન:VHP-બજરંગ દ્વારા પૂતળા દહન; રેલી યોજી મદ્રેસાઓ બંધ કરવા માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment