Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં અષાઢી બીજે જગન્નાથજીની ત્રણ અલગ-અલગ રથયાત્રાઓ નીકળશે:પોલીસ તંત્ર સતર્ક, શાંતિ સમિતિની બેઠક યોજી, રૂટ પર ફ્લેગ માર્ચ

    1 day ago

    ભરૂચ શહેરમાં આગામી 16મી જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની ત્રણ અલગ-અલગ રથયાત્રાઓ નીકળશે. આ રથયાત્રાઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેરમાં ફુરજા બંદર વિસ્તારેથી યાદવ સમાજ, આશ્રય સોસાયટીમાંથી ઉડિયા સમાજ અને શીતલ સર્કલ સ્થિત ઇસ્કોન મંદિર તરફથી રથયાત્રાનું આયોજન કરાયું છે. આ તૈયારીઓના ભાગરૂપે, એ-ડિવિઝન ખાતે શહેર ડીવાયએસપી સી.કે.પટેલની અધ્યક્ષતામાં એ, બી અને સી ડીવીઝન પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેમજ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ.વસાવાના માર્ગદર્શન હેઠળ રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો. આ ફ્લેગ માર્ચમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વિજયે કહ્યું- કરુર ભગદોડ મારા જીવનનું સૌથી મોટું દર્દ:ભીડને સંભાળવામાં પોલીસ નિષ્ફળ રહી, DMKએ 41 મૃત્યુ માટે મને જવાબદાર ઠેરવ્યો
    Next Article
    અમરેલીના કેરિયાનાગસ તળાવમાં નવા નીરની આવક:ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાએ ખેડૂતો સાથે વધામણાં કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment