Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયે કહ્યું- કરુર ભગદોડ મારા જીવનનું સૌથી મોટું દર્દ:ભીડને સંભાળવામાં પોલીસ નિષ્ફળ રહી, DMKએ 41 મૃત્યુ માટે મને જવાબદાર ઠેરવ્યો

    1 day ago

    તમિલનાડુના મુખ્યમંત્રી અને તમિલગા વેત્રી કડગમ (TVK) ના અધ્યક્ષ સી. જોસેફ વિજય ભાગદોડની ઘટના પછી પહેલીવાર કરૂર પહોંચ્યા. તેમણે કરૂરના એટલાસ ગ્રાઉન્ડમાં ભાગદોડમાં જીવ ગુમાવનારા 41 લોકોના પરિવારજનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો સોંપ્યા હતા. વિજયે જનસભામાં કહ્યું- 2025ની કરૂરની ઘટના મારા જીવનનું સૌથી મોટું દર્દ છે. તેમણે કહ્યું- પોલીસ ભીડને સંભાળવામાં નિષ્ફળ રહી પરંતુ તત્કાલીન DMK સરકારે લોકોના મૃત્યુ માટે મને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો. કરુરમાં 27 સપ્ટેમ્બર 2025ના રોજ TVKની પ્રથમ ચૂંટણી રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 41 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં TVK પહેલીવાર ચૂંટણી લડવા છતાં સૌથી મોટી પાર્ટી બની. ગઠબંધનના સમર્થનથી પાર્ટીએ સરકાર બનાવી અને વિજય મુખ્યમંત્રી બન્યા. CM બોલ્યા- પોલીસે ભીડ બાબતે ચેતવણી આપી ન હતી, 5 આરોપ મૃતકોની યાદમાં સ્મારક બનાવવાની જાહેરાત વિજયે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની યાદમાં કરુરમાં TVK તરફથી સ્મારક બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ સ્મારક એટલા માટે બનાવવામાં આવશે, જેથી આવનારી પેઢીઓ આ ઘટનાને યાદ રાખે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનો રાજકીય ઉપયોગ ન થાય. વિજયે DMK પર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે અગાઉની સરકાર પર ભ્રષ્ટાચાર અને રાજકીય બદલાની ભાવનાથી કામ કરવાનો આરોપ લગાવ્યો અને લોકોને આગામી ચૂંટણીમાં DMKને હરાવવાની અપીલ કરી. વિજયની સુરક્ષામાં ચૂક, બેરિકેડ તોડીને યુવક કાફલા તરફ દોડ્યો મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં પણ ચૂક થઈ. એક યુવક બેરિકેડ તોડીને તેમના કાફલા તરફ દોડ્યો, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને તરત જ પકડી લીધો અને કાફલો કોઈ પણ અડચણ વિના આગળ વધ્યો. વિજયના સ્વાગત માટે હજારો સમર્થકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. લોકોએ તેમના કાફલા પર ફૂલો વરસાવ્યા. સમગ્ર જિલ્લામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા, બેરિકેડ લગાવવામાં આવ્યા હતા અને QR કોડ આધારિત પ્રવેશ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ પહેલાં મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને પીડિત પરિવારોને અનુકંપાના આધારે સરકારી નોકરી આપવાની મંજૂરી આપી, પરંતુ કહ્યું કે આ નિમણૂકો અસ્થાયી હશે અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસના અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે. ----------------------------- આ સમાચાર પણ વાંચો… TVK નો દાવો- તમિલનાડુમાં વિજય સરકાર પાડવાનું ષડયંત્ર, 15 ધારાસભ્યોનું એકસાથે રાજીનામું કરાવવા 35 કરોડ લાંચ આપવાનો પ્રયાસ તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કડગમ (TVK) ના ધારાસભ્યોને 35 કરોડ રૂપિયાની લાલચ આપીને રાજ્ય સરકારને પાડવાના કથિત ષડયંત્રનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યના ગુપ્તચર વિભાગે કહ્યું છે કે આ યોજનાને સમયસર નિષ્ફળ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Explained: Funds freeze for Mamata-led TMC faction, over allegations of misappropriation
    Next Article
    ભરૂચમાં અષાઢી બીજે જગન્નાથજીની ત્રણ અલગ-અલગ રથયાત્રાઓ નીકળશે:પોલીસ તંત્ર સતર્ક, શાંતિ સમિતિની બેઠક યોજી, રૂટ પર ફ્લેગ માર્ચ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment