Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈશ્વરીયા ગામે ગટરો ઉભરાઈ, રોગચાળાનો ભય:જાહેર રસ્તાઓ પર ગંદકીથી ગ્રામજનો પરેશાન, નિરાકરણની માંગ

    20 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામે ગટરો ઉભરાવાને કારણે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ સ્થિતિના કારણે ગામમાં રોગચાળો ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે, જેનાથી ગ્રામજનો ભારે પરેશાન છે. ગામના જાહેર રસ્તાઓ પર ગટરોનું ગંદુ પાણી ભરાઈ ગયું છે અને કાદવ-કિચડ જામી ગયો છે. ગંદકીના નિકાલના અભાવે લોકોને રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં ગ્રામજનોનો રોષ સ્પષ્ટ દેખાય છે. ગંદકીના કારણે મેલેરિયા, તાવ અને શરદી જેવા અનેક રોગો થવાની શક્યતા છે. ગ્રામજનો દ્વારા આ અંગે વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સમયસર સફાઈ ન થતાં લોકોએ ગ્રામ પંચાયત સામે ભારે રોષ ઠાલવ્યો છે અને તાત્કાલિક ગંદકી દૂર કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નડિયાદમાં લાખોનો વિદેશી દારૂ-બિયર જથ્થો ઝડપાયો:ઇન્દિરાનગરીમાંથી 5.57 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 સામે ગુનો
    Next Article
    પોરબંદર LCBએ આસામ અપહરણ કેસનો ભેદ ઉકેલ્યો:LCBએ આરોપી અને સગીરાને પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે પરની ફેક્ટરીમાંથી શોધી કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment