Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નડિયાદમાં લાખોનો વિદેશી દારૂ-બિયર જથ્થો ઝડપાયો:ઇન્દિરાનગરીમાંથી 5.57 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 સામે ગુનો

    19 hours ago

    નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે ઇન્દિરાનગરીના લીમડાવાળા ફળિયામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે એક ઇસમને ઝડપી પાડીને તપાસ કરતા મકાન તેમજ બાથરૂમમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારૂના ક્વાર્ટર, બિયરના ટીન અને મોબાઈલ ફોન સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનોમાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન નડિયાદ ઇન્દિરાનગરી તરફ જતા સંયુક્ત બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે, ઇન્દિરાનગરીના લીમડાવાળા ફળિયામાં રહેતો અર્જુનભાઈ કનુભાઈ કાંગસીયા બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને પોતાના રહેણાક મકાનમાં તેમજ આજુબાજુમાં સંતાડી રાખીને તેનું વેચાણ કરે છે. જે માહિતીના આધારે પોલીસે સ્થાનિક વિસ્તારમાંથી બે પંચના માણસોને બોલાવીને બાતમી વાળી જગ્યાએ રેઇડ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. બાતમી વાળા સ્થળે પોલીસની ટીમ પંચના માણસો સાથે પહોંચતા ત્યાં એક ઇસમ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેને રોકીને પંચોની હાજરીમાં નામ અને સરનામું પૂછતા તેણે પોતાનું નામ અર્જુનભાઈ કનુભાઈ કાંગસીયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કાયદાકીય જોગવાઈ મુજબની સમજ આપીને પંચોની રૂબરૂમાં તેના ઘરની ઝડતી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન તેના રહેણાક મકાનના બેઠક રૂમમાંથી તેમજ મકાનની બહાર આવેલા દરવાજા વગરના બાથરૂમમાંથી પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે પંચોની હાજરીમાં આ બોક્સ ખોલીને જોતા તેમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ બોક્સમાંથી દારૂ અને બિયર બહાર કાઢીને ગણતરી કરતા અલગ-અલગ બ્રાન્ડના ક્વાર્ટર અને ટીન મળી આવ્યા હતા. જેમાં કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયરના 500 મીલીના કંપની સીલબંધ 1080 નંગ ટીન મળ્યા હતા, જેની કિંમત 2,37,600 રૂપિયા થાય છે. આ ઉપરાંત રોયલ ચેલેન્જ પ્રિમીયમ ડીલક્ષ વ્હીસ્કીના 180 મીલીના 240 નંગ ક્વાર્ટર મળ્યા હતા, જેની કિંમત 74,400 રૂપિયા થાય છે. આ જથ્થા ઉપરાંત રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કીના 180 મીલીના 288 નંગ ક્વાર્ટર મળ્યા હતા, જેની કિંમત 89,280 રૂપિયા થાય છે. તેમજ ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હીસ્કીના 180 મીલીના 528 નંગ ક્વાર્ટર મળ્યા હતા, જેની કિંમત 1,37,280 રૂપિયા થાય છે. આ સાથે ઓરેન્જ હીલ વોડકા ઓરેન્જ ફ્લેવરના 180 મીલીના 96 નંગ ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની કિંમત 13,440 રૂપિયા થાય છે.
    Click here to Read More
    Previous Article
    લીંબડીમાં જગન્નાથજીની રથયાત્રા માટે વેપારીઓની બેઠક:શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર દ્વારા આયોજનની રૂપરેખા રજૂ
    Next Article
    ઈશ્વરીયા ગામે ગટરો ઉભરાઈ, રોગચાળાનો ભય:જાહેર રસ્તાઓ પર ગંદકીથી ગ્રામજનો પરેશાન, નિરાકરણની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment