Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર LCBએ આસામ અપહરણ કેસનો ભેદ ઉકેલ્યો:LCBએ આરોપી અને સગીરાને પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે પરની ફેક્ટરીમાંથી શોધી કાઢ્યા

    21 hours ago

    પોરબંદર LCBએ આસામના અપહરણ કેસનો ભેદ ઉકેલ્યો છે. આંતરરાજ્ય અપહરણ અને ગેરકાયદેસર અટકાયતના આ ગુનામાં LCBને મહત્વપૂર્ણ સફળતા મળી છે. આસામના બક્સા જિલ્લાના બરામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસના આરોપી અને ભોગ બનનાર સગીરાને પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે પરથી શોધી કાઢવામાં આવ્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (IPS) અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલા અને અપહરણનો ભોગ બનેલા લોકો તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત, LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. કાંબરીયાના નેતૃત્વ હેઠળ ASI બટુકભાઈ વિંઝુડા, રણજીતસિંહ દયાતર અને હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમારને ગુપ્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, આસામના બક્સા જિલ્લાના બરામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો આરોપી સૌરવ ઉર્ફે રીયાન નબજીત ગોગોઇ (ઉંમર 26) અને અપહૃત સગીરા પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે પર નરવાઈ મંદિર સામે આવેલી 'અક્ષ ફિશ મિલ એન્ડ ઓઇલ' નામની ફેક્ટરીમાં રોકાયેલા હતા. આ બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી સૌરવ ઉર્ફે રીયાન નબજીત ગોગોઇ અને સગીરા બંને મળી આવ્યા હતા, જેમને પોલીસે હસ્તગત કર્યા હતા. પ્રાથમિક પૂછપરછ બાદ, તેમને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નવીબંદર મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઈશ્વરીયા ગામે ગટરો ઉભરાઈ, રોગચાળાનો ભય:જાહેર રસ્તાઓ પર ગંદકીથી ગ્રામજનો પરેશાન, નિરાકરણની માંગ
    Next Article
    પૂરમાં વાહનની નંબરપ્લેટ ખોવાઈ ગઈ હોય તો અહીં પહોંચી જાવ:ફૂટપાથ પર રહેતા શ્રમિકે 50 પ્લેટો ભેગી કરી, જાગૃત યુવાને રીલ બનાવી વાઇરલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment