Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લામાં આપઘાતના બે બનાવ:વરણામામાં બીમારીથી કંટાળી મહિલાની આત્મહત્યા, વડુમાં પિતાના ઠપકાથી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    11 hours ago

    વડોદરામાં અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આત્મહત્યાના બે કરુણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં કેલનપુર ખાતે એક મહિલાએ લાંબા સમયની બીમારીથી કંટાળીને ઘરના બીજા માળના ધાબા પરથી કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે પાદરા તાલુકાના ડબકા ગામે પિતાએ કામધંધો ન કરવા બાબતે ઠપકો આપતા યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીમારીથી કંટાળી મહિલાનો આપઘાત પ્રથમ ઘટનાની વિગત મુજબ, વરણામાં પોલીસ સ્ટેશન હેઠળના કેલનપુર ગામની અક્ષર સિટી સોસાયટીમાં રહેતા 52 વર્ષીય રામીલાબેન રાઠવા છેલ્લા ઘણા સમયથી થાઈરોઈડ, બ્લડ પ્રેશર (બી.પી.) તેમજ મગજની બીમારીથી પીડાતા હતા. આ સતત રહેતી બીમારી શારીરિક અને માનસિક રીતે અસહ્ય બની જતાં તેઓ કંટાળી ગયા હતા. જેના કારણે પોતાના મકાનના બીજા માળના ધાબા પરથી નીચે જમીન ઉપર પડતું મૂક્યું હતું. ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જે અંગે તેમના પુત્ર ભાવેશભાઈ રાઠવાએ પોલીસને જાણ કરી હતી. પિતાએ ઠપકો આપતા યુવકે ઝેરી દવા ગટગટાવી બીજી ઘટના વડુ પોલીસ સ્ટેશનની હદમાં આવતા પાદરા તાલુકાના ડબકા (બોડા તલાવડી) ગામે બની હતી. અહીં રહેતો 30 વર્ષીય યુવાન રમેશ સોલંકી કોઈ કામધંધો કરતો ન હોવાથી તેના પિતા સુરસિંગભાઈ સોલંકીએ તેને ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો રમેશને મનમાં લાગી આવતા, તેણે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તબિયત લથડતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડુ સરકારી દવાખાનામાં અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બંને બનાવો સંદર્ભે વરણામાં અને વડુ પોલીસે અકસ્માત મોતના ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘ખેડૂતો પર અત્યાચાર થાય છે, એટલે મારે નોકરી નથી કરવી’:રાજકોટમાં સમાજ સેવા કરવા પોલીસ કોન્સ્ટેબલે રાજીનામું આપ્યું; કહ્યું- 7 મહિનાથી મંજૂર ન કરી ધમકીઓ આપે છે
    Next Article
    રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ:આરોપી તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા સસ્પેન્શન સમયમાં જ વયનિવૃત્ત થતા તમામ નિવૃત્તિ લાભો અટકાવી દેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment