Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્વેલ્સ સર્કલ પાસે કાર પાર્ક કરવા બાબતે યુવાન પર હુમલો:પડોશી દુકાનદાર સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    14 hours ago

    ભાવનગરના જ્વેલ્સ સર્કલ પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં કાર પાર્કિંગ બાબતે બે પાડોશી દુકાનદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો છે. ક્રિષ્ના ટાયર્સ નામે દુકાન ધરાવતા તુષારભાઈ ભટ્ટનો પુત્ર મોનિક દુકાન નજીક કાર પાર્ક કરી રહ્યો હતો. તે સમયે બાજુમાં આર.ઓ. પ્લાન્ટની દુકાન ધરાવતા રાજેશ ચોહલાએ ત્યાં ગાડી પાર્ક કરવાની ના પાડીને વિવાદ શરૂ કર્યો હતો. જે બાદ આરોપીએ યુવક પર હુમલો કરી દીધો હતો. કાર પાર્કિંગના સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ લીધું રાજેશ ચોહલાએ ઉશ્કેરાઈને યુવક મોનિકને ગાળો આપી, લાફા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન પુત્રનો બચાવ કરવા અને પાડોશી વેપારીને સમજાવવા વચ્ચે પડેલા યુવકના પિતા તુષારભાઈ સાથે પણ આરોપીએ અભદ્ર વર્તન કર્યું હતું. નિલમબાગ પોલીસે ગુનો નોંધ્યો આ સમગ્ર મામલે તુષારભાઈ ભટ્ટે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રાજેશ ચોહલા સામે BNS કલમ 115(2), 352 અને 351(2) મુજબ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષકને સસ્પેન્ડ કરવા આદેશ:શિક્ષણ મંત્રીની ગીર સોમનાથ SP સાથે સીધી વાતચીત, આચાર્ય બનશે ફરિયાદી
    Next Article
    પાટણમાં રથયાત્રા પૂર્વે પ્રથમવાર જગન્નાથ કથાનો પ્રારંભ:નવદીપ પ્રભુએ રસપાન કરાવતા ભક્તિમય માહોલ સર્જાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment