Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રથયાત્રા પૂર્વે પ્રથમવાર જગન્નાથ કથાનો પ્રારંભ:નવદીપ પ્રભુએ રસપાન કરાવતા ભક્તિમય માહોલ સર્જાયો

    14 hours ago

    પાટણમાં ઐતિહાસિક ભગવાન શ્રી જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે ભક્તિમય માહોલ જામ્યો છે. આ પવિત્ર પ્રસંગને વધુ ભવ્ય બનાવવા માટે પ્રથમવાર શ્રી જગન્નાથ મંદિર પરિસરમાં ત્રિદિવસીય શ્રી જગન્નાથ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાના મહિમાને સરળ શૈલીમાં નિરૂપણ કરવા માટે જગન્નાથ મંદિર પરિસર ખાતે ગુરુવારે રાત્રે 8 વાગ્યે ત્રિદિવસીય જગન્નાથ કથાનો પ્રારંભ થયો. નવદીપ પ્રભુએ પોતાની અમૃતવાણીથી કથાનું રસપાન કરાવતા ઉપસ્થિત ભક્તો ભક્તિરસમાં લીન બન્યા હતા. રાત્રે 8 થી 10 કલાક દરમિયાન આયોજિત આ કથામાં ભગવાન જગન્નાથજીના દિવ્ય મહિમાનું ગાન કરવામાં આવ્યું. વક્તાએ રથયાત્રાનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્વ તેમજ સનાતન ધર્મમાં જગન્નાથ સંપ્રદાયના ગૂઢ રહસ્યોનું સરળ શૈલીમાં વર્ણન કરી વાતાવરણને જગન્નાથમય બનાવ્યું હતું. કથાના પ્રારંભ પૂર્વે પાટણ જગન્નાથજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને જગન્નાથ રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષ આચાર્યએ કથા વક્તા પરમ પૂજ્ય નવદીપ પ્રભુજી સહિત તેમના અનુયાયીઓનું સ્વાગત-સન્માન કરી આવકાર્યા હતા. ભગવાન જગન્નાથની કથા શ્રવણનો લાભ લેવા મોટી સંખ્યામાં પાટણના સમસ્ત ધર્મપ્રેમી નગરજનો અને શ્રદ્ધાળુઓ પરિવાર સહિત ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    જ્વેલ્સ સર્કલ પાસે કાર પાર્ક કરવા બાબતે યુવાન પર હુમલો:પડોશી દુકાનદાર સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
    Next Article
    Govinda On Sunita Ahuja's 'Would Shoot Him In The Chest' Remark: "Maar Le Ab"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment