Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાયમી ઉકેલ લાવવામાં મ્યુનિ.સદંતર નિષ્ફળ:સોનીની ચાલી નજીક બ્રિજ પર સ્ટ્રીટલાઈટો બંધ, વાહનચાલકોના માથે અકસ્માતનું જોખમ

    1 day ago

    મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં આવેલા ઓઢવના સોનીની ચાલી વિસ્તારમાં તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગી છે. સોનીની ચાલી પાસે આવેલા રાજેન્દ્ર પાર્કના રામરાજ્ય બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી રાતના સમયે સ્ટ્રીટલાઇટો બંધ થઈ જવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. નેશનલ હાઈવે હોવાથી અત્યંત વ્યસ્ત ઓવરબ્રિજ પર અવારનવાર લાઇટો બંધ થઈ જવાના કારણે રાત્રિના સમયે અંધકાર છવાઈ જાય છે, જેના લીધે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોના માથે અકસ્માતનું મોટું જોખમ સતાવી રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, બ્રિજ પર અંધારપટ્ટ છવાઈ જવાની આ સમસ્યા નવી નથી પરંતુ લાંબા સમયથી ચાલી રહી છે. જ્યારે પણ સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગમાં ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે અધિકારીઓ ઊંઘમાંથી જાગીને કામચલાઉ ધોરણે સમારકામ કરી જાય છે. સમારકામ બાદ થોડા દિવસ લાઇટો ચાલુ રહે છે, પરંતુ થીંગડા મારવા જેવી કામગીરી લાંબો સમય ટકતી નથી. થોડા જ દિવસોમાં ટેકનિકલ ખામીના લીધે લાઇટો ફરી બંધ થઈ જાય છે જેના કારણે વાહનચાલકો હેરાન થાય છે. અકસ્માત માટે જવાબદાર કોણ? જનતામાં આક્રોશ સ્થાનિક કપિલભાઈએ રોષ સાથે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે સ્પીડમાં આવતા વાહનોને અંધારાના કારણે અકસ્માત થવાનો ડર સતાવે છે. મ્યુનિ.તંત્ર માત્ર કામચલાઉ રિપેરિંગથી સંતોષ માનીને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે. અમારી માંગ છે કે સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં તંત્ર કામ કરે.
    Click here to Read More
    Previous Article
    ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીનો આદેશ:અમદાવાદ કસ્ટમ ઝોનના 11 અધિકારીની મુન્દ્રા, કંડલા, જામનગરમાં આંતરિક બદલી
    Next Article
    જોબવર્કનું ચલણ પણ બારોબાર ખોટું બનાવ્યાનો ખુલાસો:નરોડા GIDCમાં ફેક્ટરી મેનેજરે 22.94 લાખનો સામાન ચોરી કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment