Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોબવર્કનું ચલણ પણ બારોબાર ખોટું બનાવ્યાનો ખુલાસો:નરોડા GIDCમાં ફેક્ટરી મેનેજરે 22.94 લાખનો સામાન ચોરી કર્યો

    1 day ago

    વસ્ત્રાપુરમાં રહેતા આશુતોષ અગ્રવાલ નરોડા જીઆઇડીસીમાં કંપની ધરાવી પેપર અને પ્લાસ્ટીકની બેગ બનાવવાનું કામ કરે છે. જૂન 2022થી તેમની કંપનીમાં ફેક્ટરી મેનેજર તરીકે નાના ચિલોડાના રાજેન્દ્રસિંગ ખેડરને નોકરી પર રાખ્યો હતો. ગત તા.25 મેએ એક યુવકે કુરિયરમાં આશુતોષભાઇને પેનડ્રાઇવ મોકલી હતી. તેમાં કંપનીમાં માલસામાનની ચોરી થતી હોવાનું જોવા મળ્યુ હતુ. જેથી તપાસ કરતા ચાર અલગ અલગ કંપનીમાંથી મંગાવેલ કુલ રૂ.22.94 લાખનો પેપર અને પ્લાસ્ટીકનો માલસામાન રાજેન્દ્રસિંગે બારોબાર અન્ય કંપનીઓને વેચી નાખ્યો હોવાનું સામે આવ્યુ હતુ. ઉપરાંત ફેકટરીમાં રાખેલા જોબવર્કનું ચલણ પણ ખોટી રીતે બનાવ્યુ હતુ. જે બાદ રાજેન્દ્રસિંગે નોકરી પર આવાનું બંધ કરી દીધુ હતુ. આ અંગે આશુતોષે ફેક્ટરી મેનેજર સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કાલુપુરમાં રૂ.2 લાખના જીન્સ પેન્ટનો સામાન ચોરી થલતેજમાં રહેતા હિતેશ માખીજા કાલુપુરમાં દુકાન ધરાવી જીન્સ પેન્ટનો હોલસેલનો વેપાર કરે છે. તેમની દુકાનમાં આઠ મહિનાથી વંશ સિન્ધીને કારીગર તરીકે નોકરીએ રાખ્યો હતો. ગત 8 જુલાઇએ હિતેશભાઇ એક્ટિવા લઇને ધંધાર્થે બહાર ગયા હતા. તે સમયે વંશ સિન્ધી દુકાને હતો. દરમિયાન હિતેશભાઇનો નાનોભાઇ દુકાને આવ્યો ત્યારે વંશ ન હતો. જેથી ફોન કરતા બંધ આવતો હતો. ત્યારે માલસામાન ચેક કરતા વંશ રૂ.2.01 લાખના 407 જીન્સ પેન્ટનો માલસામાન ચોરી કરીને ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યુ છે. આ અંગે હિતેશભાઇએ વંશ સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.જેના આધારે પોલીસે તપાસ આદરી છે.
    Click here to Read More
    Previous Article
    કાયમી ઉકેલ લાવવામાં મ્યુનિ.સદંતર નિષ્ફળ:સોનીની ચાલી નજીક બ્રિજ પર સ્ટ્રીટલાઈટો બંધ, વાહનચાલકોના માથે અકસ્માતનું જોખમ
    Next Article
    WhatsApp Submits Reply To Centre On Username Feature Concerns

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment