Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલેજમાં મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે માર્ગદર્શન આપ્યું‎:"પોતાની પર્સનલ વિગતો, ફોટા જેવી સંવેદનશીલ બાબતો સોશિયલ મીડિયા પર શેર ન કરો !'

    22 hours ago

    જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કે.જે.નર્સીંગ કોલેજની વિદ્યાર્થીનીઓ માટે મહિલા જાગૃતિ તેમજ સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ગુનાઓ અને તેનાથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ મીડિયાનો ખુબ જ સાવચેતીપૂર્વક સકારાત્મક ઉપયોગ કરવા સમજ આપવામાં આવી હતી તેમજ સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો તરફથી આવતી ફ્રેન્ડ રિક્વેસ્ટ ન સ્વીકારી, પોતાની પર્સનલ વિગતો, ફોટા કે અન્ય કોઈપણ સંવેદનશીલ બાબતો સોશિયલ મીડિયા પ્લટફોર્મ કે ત્યાં બનેલા મિત્રો સાથે ક્યારેય શેર ન કરવી તેમજ ઓટીપીની ગુપ્તતા જાળવવા જેવી બાબતો વિશે સમજ આપવામાં આવી હતી. આ સાથે કાયદામાં ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ જોગવાઈ નથી, તેથી આવી કોઈ પણ ધમકીભરી વાતમાં આવીને ડરવું નહીં કે નાણાં ગુમાવવા નહીં તેમજ તાત્કાલિક હેલ્પલાઈનનો સંપર્ક કરવો જેવી બાબતો વિશે વિદ્યાર્થીનીઓને માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં મહિલા પો.સ્ટે.જુનાગઢના એ.એસ.આઈ ભારતીબેન ડાંગર,પો.કોન્સ.આરતીબેન પરમાર, પો.કોન્સ.દીવ્યાબેન પીઠડીયા,આઈ.ટી.એક્સપર્ટ યુક્તિ મેઘનાથી હાજર રહી વિદ્યાર્થીનીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગ્રીન જૂનાગઢ અભિયાન:ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક, રાજીવ ગાંધી પાર્ક, ટીંબાવાડી ગાર્ડન ખાતેથી વિનામૂલ્યે રોપાઓનું વિતરણ શરૂ કરાયું
    Next Article
    75 વર્ષની ચાલતી પરંપરા:આજે દૂધધારા પરિક્રમા | સવારથી સાંજે 6 વાગ્યા સુધી 36 કિમીનો પંથ કપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment