Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    75 વર્ષની ચાલતી પરંપરા:આજે દૂધધારા પરિક્રમા | સવારથી સાંજે 6 વાગ્યા સુધી 36 કિમીનો પંથ કપાશે

    23 hours ago

    ગરવા ગિરનારની ભૂમિ પર યોજાતી ઐતિહાસિક દૂધધારા પરિક્રમાને આ વર્ષે પણ વન વિભાગ દ્વારા પણ મંજૂરી મળી ગઈ છે. છેલ્લા 75 વર્ષથી અવિરતપણે ચાલતી આ પરંપરા વરસાદી માહોલમાં પણ ક્યારેય બંધ રહી નથી. અબોલ જીવોની સુખાકારી, સારો વરસાદ થાય અને ગિરનારની આસપાસ વસતા માલધારી સમાજની રક્ષા માટે આ પરિક્રમાનું વિશેષ મહત્વ છે. જળ, જમીન અને જંગલના સંવર્ધન તેમજ સિંહ, દીપડા જેવા વન્યજીવોના પાણીના સ્ત્રોતો ભરેલા રહે તેવા ઉમદા આશયથી આ યાત્રા આજે યોજાશે. ​વિશ્વ હિન્દુ પરિષદના વિપુલભાઈ રાવતે જણાવ્યું હતું કે, આ પરિક્રમામાં કાવડ સંઘના શ્રદ્ધાળુઓ ગિરનારના વિવિધ દેવાલયોમાં દૂધનો અભિષેક કરતા આગળ વધે છે. દરમિયાન જંગલ ખાતાના નિયમોનુસાર, આ યાત્રા એક જ દિવસમાં એટોલે કે, સાંજે 6 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાની હોય છે. જૂનાગઢનાં ભવનાથ સ્થિત કરમણ ભગતની જગ્યાથી શરૂ થતી આ પરિક્રમામાં કરમણ ભગત પોતે છેલ્લા 35 વર્ષથી (1993થી) જોડાઈ રહ્યા છે. આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ, વન વિભાગ અને સ્થાનિક લોકોના સહકારથી આ પરિક્રમા સંપન્ન થશે.
    Click here to Read More
    Previous Article
    કોલેજમાં મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે માર્ગદર્શન આપ્યું‎:"પોતાની પર્સનલ વિગતો, ફોટા જેવી સંવેદનશીલ બાબતો સોશિયલ મીડિયા પર શેર ન કરો !'
    Next Article
    મહિલાઓએ કમિશનરને ઘેર્યા:વૃક્ષારોપણના નામે સફાઈ કરાવી અને સખીમંડળની બહેનોને પગાર ન આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment