Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રીન જૂનાગઢ અભિયાન:ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક, રાજીવ ગાંધી પાર્ક, ટીંબાવાડી ગાર્ડન ખાતેથી વિનામૂલ્યે રોપાઓનું વિતરણ શરૂ કરાયું

    21 hours ago

    જૂનાગઢ શહેરને હરિયાળું અને પર્યાવરણપ્રેમી બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોષી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકસાવવામાં આવેલા મિયાવાકી ગાર્ડનની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. તેમણે ચોબારી રોડ પર આવેલા શ્રીનાથજી પાર્ક, મધુરમના રિવર રેસીડેન્સી તેમજ સાબલપુર સ્થિત શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સહિતના સ્થળોએ વૃક્ષોના ઉછેર, જાળવણી અને ચાલુ વર્ષના પ્લાન્ટેશનની કામગીરીનું જાત-નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કમિશનરએ જણાવ્યું કે, એક પેડ મા કે નામ અભિયાન અને ગ્રીન જૂનાગઢના સંકલ્પને સાર્થક કરવા મહાનગરપાલિકા હસ્તકના રિઝર્વ પ્લોટો અને રોડ સાઇડ પર 2.50 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન છે. આ કાર્યમાં શહેરીજનો સરળતાથી ભાગીદાર બની શકે તે માટે મનપા દ્વારા ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક, ભૂતનાથ મંદિર સામે આવેલ રાજીવ ગાંધી પાર્ક અને ટીંબાવાડી ગાર્ડન ખાતેથી નિયમિતપણે વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવશે. કમિશનરએ પ્રકૃતિપ્રેમી શહેરીજનોને પોતાના ઘર આંગણે, સોસાયટી કે જાહેર જગ્યાઓમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી, જૂનાગઢને ગ્રીન સિટી બનાવવાના આ મહા-અભિયાનને સફળ બનાવવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઈન્ટરવ્યૂ:‘લોકઅદાલત ફક્ત જૂના કેસ નહીં, નવા કેસનો બેકલોગ પણ અટકાવે છે’
    Next Article
    કોલેજમાં મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે માર્ગદર્શન આપ્યું‎:"પોતાની પર્સનલ વિગતો, ફોટા જેવી સંવેદનશીલ બાબતો સોશિયલ મીડિયા પર શેર ન કરો !'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment