Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈન્ટરવ્યૂ:‘લોકઅદાલત ફક્ત જૂના કેસ નહીં, નવા કેસનો બેકલોગ પણ અટકાવે છે’

    20 hours ago

    નીતિકા દંડ રાષ્ટ્રીય સ્તરે 11 જુલાઈએ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને એ. વાય કોગજેની આગેવાની હેઠળ લોક અદાલત યોજાનાર છે. રાષ્ટ્રીય લોકઅદાલત પહેલાં ગુજરાત રાજ્ય મફત કાનૂની સેવા સંસ્થાના મેમ્બર સેક્રેટરી અને જજ હેતલ પવાર સાથે ભાસ્કરે લોકઅદાલત, કેસોના બેકલોગ, ચેક બાઉન્સ, ફેમિલી કોર્ટના વિવાદો અને પક્ષકારોના અધિકારો અંગે ખાસ વાતચીત કરી. પ્રશ્ન : દર લોકઅદાલત પછી લાખો કેસના નિકાલના આંકડા જાહેર થાય છે, છતાં બેકલોગ કેમ ઓછો થતો નથી? જવાબ : જૂના કેસનું ભારણ તો છે જ, પરંતુ નવા કેસ સતત દાખલ થતા રહે છે. તેથી અમે માત્ર જૂના કેસોનો નિકાલ જ નહીં, પ્રિ-લિટીગેશન પ્રોગ્રામ દ્વારા નવા કેસ કોર્ટ સુધી ન પહોંચે તેના પર પણ કામ કરીએ છીએ. ગત લોકઅદાલતમાં માત્ર એન.આઈ. એક્ટના 46 હજાર કેસનો નિકાલ કર્યો હતો. અકસ્માત ક્લેઇમ કે લોન રિકવરીમાં ગરીબ પક્ષકારો મજબૂરીમાં ઓછા વળતરે સમાધાન કરે છે? આવું માનવું યોગ્ય નથી. બંને પક્ષની વાત સાંભળ્યા પછી જ સમાધાન થાય છે. જો ભોગ બનનારને ઓફર મંજૂર ન હોય તો સમાધાન થતું નથી અને કેસ નિયમિત કોર્ટમાં આગળ વધે છે. ચેક બાઉન્સના કેસો ઘટાડવા શું વ્યૂહરચના છે? લોકઅદાલતમાં બેંક અને પક્ષકારને સામસામે બેસાડીએ છીએ. અમારી કોશિશ રહે છે કે મૂળ રકમ મળી જાય અને શક્ય હોય ત્યાં બેંક વ્યાજમાં રાહત આપે. તેથી ઘણા કેસો કોર્ટ બહાર ઉકેલાઈ જાય છે. ફેમિલી કોર્ટમાં માત્ર ટાર્ગેટ માટે પેચઅપ કરાવાય છે? આ આક્ષેપ ખોટો છે. આવા કેસોમાં ‘ઉજાસ-એક આશાનું કિરણ’ કાર્યક્રમ હેઠળ બંને પક્ષનું કાઉન્સેલિંગ થાય છે. ઘણા વિવાદો વાતચીતથી ઉકેલી શકાય છે. પછીથી ફરી મતભેદ થાય તો તેનો અર્થ એ નથી કે સમાધાન દબાણમાં કરાવાયું હતું. લોકઅદાલતના નિર્ણય સામે અપીલ નથી થઈ શકતી. જો કોઈ દબાણમાં આવીને સમાધાન કરે તો? લોકઅદાલતનો એવોર્ડ અંતિમ ગણાય છે, પરંતુ લીગલ સર્વિસિસ ઓથોરિટીઝ એક્ટની કલમ 21 હેઠળ યોગ્ય કાનૂની આધાર હોય તો હાઈકોર્ટમાં રિટ પિટિશન કરી શકાય છે. જો અમને લાગે કે કોઈ પક્ષ પર દબાણ છે અથવા તે સંમત નથી, તો સમાધાન કરવામાં આવતું નથી. લોકઅદાલતની સૌથી મોટી સિદ્ધિ શું માનો છો? જૂન-2025થી માર્ચ-2026 દરમિયાન ગુજરાતમાં 54.13 લાખથી વધુ કેસોનો નિકાલ થયો અને રૂ.1013.32 કરોડથી વધુના સમાધાન થયા. આ માત્ર આંકડા નથી, પરંતુ કોર્ટ પરનું ભારણ ઘટાડવા અને લોકોને ઝડપી રાહત આપવા માટેનું મહત્વનું પગલું છે.
    Click here to Read More
    Previous Article
    પ્લોટ ભાડે આપવાની નવી પોલિસી તૈયાર કરવા સ્ટેન્ડિંગનો આદેશ:મ્યુનિ. પ્લોટ બારોબાર ભાડે પધરાવી દેવાના અધિકારીઓના ઈરાદાઓ પર બ્રેક
    Next Article
    ગ્રીન જૂનાગઢ અભિયાન:ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક, રાજીવ ગાંધી પાર્ક, ટીંબાવાડી ગાર્ડન ખાતેથી વિનામૂલ્યે રોપાઓનું વિતરણ શરૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment