Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લોટ ભાડે આપવાની નવી પોલિસી તૈયાર કરવા સ્ટેન્ડિંગનો આદેશ:મ્યુનિ. પ્લોટ બારોબાર ભાડે પધરાવી દેવાના અધિકારીઓના ઈરાદાઓ પર બ્રેક

    19 hours ago

    શહેરમાં 6 મહિના માટે મ્યુનિ.ના પ્લોટ ભાડે આપવામાં અધિકારીઓ દ્વારા રચવામાં આવતા કારસાને બ્રેક મારવા માટે સ્ટેન્ડિંગ ચેરમેને બ્રેક મારવાનો પ્રયાસ કર્યો છે. કમિટીની બેઠકમાં ચેરમેને કહ્યુંકે, હાલ જ્યારે આ પોલિસી છેલ્લા કેટલાક સમયથી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે ફુલપ્રુફ એક નવી પોલિસી તૈયાર કરવામાં આવે અને પ્લોટ ભાડે આપવા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવામાં આવે. ચેરમેન કહ્યુંકે, સામાન્ય રીતે કોઇપણ પ્લોટને મ્યુનિ. લાંબા સમય સુધી ચલાવવા માટે ન આપી શકે. તેમજ જો આપવો હોય તો પછી તેઓએ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવી આવશ્યક છે. આ સ્થિતિમાં હવે એક નવી પોલિસી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે. સારા ઉદ્દેશ સાથે લેવાતા પ્લોટ બાદમાં ખાણીપીણીની રેકડી માટે ધમધમે છે : સ્ટેન્ડિંગ ચેરમેનનો સ્વીકાર ચેરેમેન કમલેશ પટેલે પણ સ્વીકાર્યું હતુંકે, પહેલા સામાજિક ઉદ્દેશ્ય સાથે 6 મહિના માટે ભાડે લેવામાં આવતા પ્લોટમાં બાદમાં લાખોના ખર્ચે શેડ બાંધી દેવાય છે. તેમજ તે શેડ નીચે ખાણીપીણી સહિતની વેપારની પ્રવૃત્તિ ચાલે છે. કેટલાક પ્લોટમાં તો મ્યુનિ.એ કરેલી દીવાલ પણ તોડી પાડવામાં આવે છે. અગાઉ મ્યુનિ.એ જુદી જુદી 3 પોલિસી તૈયાર કરી હતી પ્લોટ ભાડે આપવા મ્યુનિ.એ જુદી જુદી 3 પોલિસી તૈયાર કરી હતી. 2022માં 1 વર્ષ માટે પ્લોટ ભાડે આપવા માટે સ્ટેન્ડિંગ કમિટિની મંજૂરી આવશ્યક હતી. એ પછી માર્ચ 2025માં આ સમય 6 મહિનાનો કરાયો હતો. જોકે સપ્ટેમ્બર 2025માં સમયમર્યાદા 6 માસનો કોઇ ઉલ્લેખ કરાયો ન હતો.
    Click here to Read More
    Previous Article
    મોન્સૂન ટ્રફની સિસ્ટમ હિમાલય તરફ આગળ વધી:‘મોન્સૂન બ્રેક’ : અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા નહિવત્
    Next Article
    ભાસ્કર ઈન્ટરવ્યૂ:‘લોકઅદાલત ફક્ત જૂના કેસ નહીં, નવા કેસનો બેકલોગ પણ અટકાવે છે’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment