Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોન્સૂન ટ્રફની સિસ્ટમ હિમાલય તરફ આગળ વધી:‘મોન્સૂન બ્રેક’ : અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા નહિવત્

    18 hours ago

    મોન્સૂન ટ્રફની સિસ્ટમ હિમાલય તરફ આગળ વધી ગઇ છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં મોન્સુન બ્રેક જેવી સ્થિતિ સર્જાવાથી આગામી અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા નહિવત છે. જો કે, અઠવાડિયા દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, પણ ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિશેષજ્ઞ જણાવી રહ્યાં છે. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 1.5 ડિગ્રી વધીને 36.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહેવા છતાં વરસાદની ગેરહાજરી રહી હતી. આગામી બે દિવસ શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન વિશેષજ્ઞ એ.ટી. દેસાઇ જણાવે છે કે, અમદાવાદ સહિત રાજયમાં મોન્સૂન ટ્રફની સિસ્ટમથી વરસાદ પડી રહ્યો હતો. પરંતુ, હવે મોન્સૂન ટ્રફ હિમાલય તરફ આગળ વધી ગયો છે. જેથી અઠવાડિયું અમદાવાદ સહિત રાજયમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ ન હોવાથી ‘મોન્સૂન બ્રેક’ની સ્થિતિ જોવા મળશે. વાદળોનું પ્રમાણ ઘટતાં તાપમાન 1થી 2 ડિગ્રી વધશે પણ બફારો ઘટશે. ટ્રફ ઉત્તર તરફ ખસીને હિમાલયની તળેટીમાં પહોંચે ત્યારે મધ્ય-પ. ભારતમાં વરસાદનું જોર ઘટી જાય છે સામાન્ય રીતે મોન્સુન ટ્રફ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બંગાળની ખાડી સુધી ફેલાયેલો હોય ત્યારે ગુજરાત સહિત મધ્ય ભારતમાં સારો વરસાદ પડે છે. આ ટ્રફ ઉત્તર તરફ ખસીને હિમાલયની તળેટીમાં પહોંચી જાય છે ત્યારે મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદી પ્રવૃત્તિ ઘટી જાય ત્યારે ‘મોન્સુન બ્રેક’ કહે છે. - અંકિત પટેલ, હવામાન નિષ્ણાત
    Click here to Read More
    Previous Article
    સવારથી જ છેતરપિંડી:હેલ્ધી નાસ્તાના નામે શરીરમાં બીમારી : મ્યુસલીમાં 19 ગ્રામ સુધી ખાંડ મળી, હાઈ ફાઈબર પ્રોડક્ટમાં 6ની જગ્યાએ માત્ર 1.8 ગ્રામ જ ફાઈબર
    Next Article
    પ્લોટ ભાડે આપવાની નવી પોલિસી તૈયાર કરવા સ્ટેન્ડિંગનો આદેશ:મ્યુનિ. પ્લોટ બારોબાર ભાડે પધરાવી દેવાના અધિકારીઓના ઈરાદાઓ પર બ્રેક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment