Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સવારથી જ છેતરપિંડી:હેલ્ધી નાસ્તાના નામે શરીરમાં બીમારી : મ્યુસલીમાં 19 ગ્રામ સુધી ખાંડ મળી, હાઈ ફાઈબર પ્રોડક્ટમાં 6ની જગ્યાએ માત્ર 1.8 ગ્રામ જ ફાઈબર

    16 hours ago

    રોજ સવારે ડાઇનિંગ ટેબલ પર દૂધ સાથે કુરકુરા ફ્લેક્સ કે ફ્રૂટી મ્યુસલી પીરસીને જો તમે તમારા પરિવારને સુપર હેલ્ધી માની રહ્યા હો, તો થોભો અમદાવાદની કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (CERC) દ્વારા ભારતમાં વેચાતી 16 લોકપ્રિય બ્રેકફાસ્ટ સિરિયલ બ્રાન્ડ્સ પર કરાયેલા તાજેતરના રિસર્ચમાં એવા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જે આંખો ખોલી દેશે. પેકેટ પરના મોટા-મોટા દાવા અને અંદરના અસલી પોષણ વચ્ચે આકાશ-પાતાળનો તફાવત જોવા મળ્યો છે. સીઈઆરસીના અભ્યાસ મુજબ જે મ્યુસલીને હાર્ટ-હેલ્ધી કહીને વેચવામાં આવે છે, તેમાં પ્રતિ 100 ગ્રામે 2.6 ગ્રામથી લઈને 19 ગ્રામ સુધીની ખાંડ મળી આવી છે, જે સામાન્ય બિસ્કિટ કરતાં પણ વધુ છે. એક જાણીતી બ્રાન્ડે આગળ જીરો ટકા એડેડ સુગર લખ્યું હતું, પણ પાછળ ન્યૂટ્રિશન લેબલમાં 2.91 ગ્રામ ખાંડ છુપાયેલી હતી. હાઈ ફાઇબરના નામે વેચાતી પ્રોડક્ટમાં માત્ર 1.8 ગ્રામ ફાઇબર (સૌથી ઓછું) નીકળ્યું. ભાસ્કર એક્સ્પ્લેનર : બાળકોના ફૂડમાં પ્રતિ 100 ગ્રામે 22 ગ્રામ સુગર 1 ‘હાર્ટ હેલ્ધી’ પરંતુ ખાંડ વધુ : જો કોઈ વ્યક્તિ મ્યુસલીને હૃદય માટે ફાયદાકારક માનીને દરરોજ ખાય, પરંતુ તેમાં પ્રતિ 100 ગ્રામે ‘19 ગ્રામ સુધી ખાંડ’ હોય, તો તે અજાણતા જ રોજ વધારાની ખાંડનું સેવન કરે છે. લાંબા ગાળે તે ‘વજન વધારવા, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ટ્રાઇગ્લિસરાઇડ વધવા તેમજ હૃદયરોગનું જોખમ વધારવામાં’ ફાળો આપી શકે છે, ખાસ કરીને જ્યારે સમગ્ર આહાર સંતુલિત ન હોય. 2 ‘હાઈ ફાઇબર’ પરંતુ ફાઇબર માત્ર 1.8 ગ્રામ : ફાઇબરનું મુખ્ય કામ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવું, પાચન સુધારવું અને ખાંડનું શોષણ ધીમું કરવું છે. જો કોઈ પ્રોડક્ટ ‘હાઈ ફાઇબર’ હોવાનો દાવો કરે, પરંતુ તેમાં વાસ્તવમાં ફાઇબર ખૂબ ઓછું હોય, તો ‘ઝડપથી ભૂખ લાગી શકે, તૃપ્તિ ઓછી મળે અને બ્લડ શુગર ઝડપથી વધી શકે છે.’ 3 ‘નો એડેડ સુગર’નો ભ્રમ : ઘણા લોકો ડાયાબિટીસ અથવા વજન ઘટાડવાના હેતુથી ‘નો એડેડ સુગર’ લખેલી પ્રોડક્ટ ખરીદે છે. પરંતુ તેમાં અનાજ, ફળ અથવા અન્ય ઘટકોમાંથી ‘કુદરતી ખાંડ’ હોઈ શકે છે. એટલે કુલ ખાંડનું સેવન અપેક્ષા કરતાં વધુ થઈ શકે છે. તેથી માત્ર પેકેટની આગળ લખેલા દાવા પર નહીં, ‘ન્યુટ્રીશન ફેટ’ પણ જરૂર વાંચવા જોઈએ. 4 બાળકોના સિરિયલમાં 22 ગ્રામ ખાંડ : જો બાળક રોજ આવા સિરિયલ ખાય, તો દિવસની શરૂઆત વધુ ખાંડથી થાય છે. તેનાથી બાળકોમાં વધુ મીઠું ખાવાની ટેવ પડી શકે છે અને દાંતની સમસ્યાઓનું જોખમ વધી શકે છે. કંપની ખોટી બોલતી નથી પણ સત્ય છુપાવે છે ગ્રાહકો માત્ર હાઈ પ્રોટીન અથવા નો એડેડ શુગર જેવા દાવા જોઈને ઉત્પાદન ખરીદી લે છે. ગ્રાહકોએ ખરીદી પહેલાં પેકેટની પાછળ આપેલી પોષણ માહિતી વાંચવી અને વિવિધ બ્રાન્ડ્સની તુલના કરવી જોઈએ. કંપની પ્રોડકટ વેચવા માટે ખોટું બોલતી નથી પણ સત્ય છુપાવે છે. - અનુષા અય્યર, સીઈઆરસીના ડે. જનરલ મેનેજર
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:રોકાણનો નવો પોર્ટફોલિયો બન્યું વિદેશ, દર વર્ષે ‘પ્લાન B’ ખરીદી રહ્યાં છે 600 ગુજરાતી, 6થી 8 કરોડના રોકાણમાં ગોલ્ડન વિઝા-ગ્રીનકાર્ડ
    Next Article
    મોન્સૂન ટ્રફની સિસ્ટમ હિમાલય તરફ આગળ વધી:‘મોન્સૂન બ્રેક’ : અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા નહિવત્

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment