Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:રોકાણનો નવો પોર્ટફોલિયો બન્યું વિદેશ, દર વર્ષે ‘પ્લાન B’ ખરીદી રહ્યાં છે 600 ગુજરાતી, 6થી 8 કરોડના રોકાણમાં ગોલ્ડન વિઝા-ગ્રીનકાર્ડ

    15 hours ago

    ભારતના હાઈ નેટવર્થ (HNI) અને અલ્ટ્રા હાઈ નેટવર્થ (UHNI) પરિવારોની રોકાણ વ્યૂહરચના ઝડપથી બદલાઈ રહી છે. હવે રોકાણ માત્ર શેર્સ, રિયલ એસ્ટેટ કે સોના પૂરતું મર્યાદિત નથી રહ્યું. અમીર ભારતીયો હવે વિદેશમાં કાયમી વસવાટ (ગ્રીન કાર્ડ), ગોલ્ડન વિઝા અને બીજી રેસિડેન્સી (બીજું નાગરિકત્વ) ને પણ પોતાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનો એક ભાગ બનાવી રહ્યા છે. આની પાછળના સૌથી મોટા કારણો છે. ગ્લોબલ ટેક્સ પ્લાનિંગ, બાળકોનું આંતરરાષ્ટ્રીય શિક્ષણ, બિઝનેસનો વિસ્તાર અને ભવિષ્યમાં કોઈ પણ જિયો-પોલિટિકલ કે આર્થિક સંકટના સમયે પરિવાર માટે એક સુરક્ષિત વિકલ્પ તૈયાર રાખવો.દુનિયામાં અત્યારે કરોડપતિઓ દ્વારા દેશ બદલવાનો ટ્રેન્ડ રેકોર્ડ સ્તરે છે. હેન્લી પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ 2025 અનુસાર વર્ષ 2025માં દુનિયાના 1.42 લાખ (1,42,000) કરોડપતિઓ બીજા દેશોમાં સ્થાયી થશે. જ્યારે ભારતમાંથી 3,500 ડોલર-મિલિયોનર (કરોડપતિઓ) બહાર જાય તેવો અંદાજ છે. ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા વેલ્થ માર્કેટ્સમાં પણ સામેલ છે, તેથી અહીં નવા કરોડપતિઓ પણ ઝડપથી ઉમેરાઈ રહ્યા છે.ગુજરાતમાં પણ આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને મહેસાણાના ઉદ્યોગપતિઓ અમેરિકા, ગ્રીસ, પોર્ટુગલ અને યુએઈ જેવા દેશોના રોકાણ આધારિત રેસિડેન્સી પ્રોગ્રામ્સમાં ઉત્સાહભેર રસ લઈ રહ્યા છે. જો કે, શહેરવાર કે રાજ્યવાર સત્તાવાર અરજીઓની સંખ્યા જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઇમિગ્રેશન ઉદ્યોગનું કહેવું છે કે પશ્ચિમ ભારતમાં મુંબઈ પછી ગુજરાત સૌથી સક્રિય બજારોમાં સામેલ થઈ ચૂક્યું છે. ભાસ્કર ઈનસાઈટ ગુજરાતના વેપારીઓ પહેલેથી જ આફ્રિકા, અમેરિકા, યુરોપ અને મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) દેશો સાથે વેપાર કરે છે. હવે તેમની આગામી પેઢી વિદેશોમાં અભ્યાસ કરી રહી છે અને બિઝનેસ પણ મલ્ટીનેશનલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં, વિદેશી રેસિડેન્સીને હવે માત્ર સ્ટેટસ સિમ્બલ નથી માનવામાં આવતું, પરંતુ તેને બિઝનેસ કંટીન્યુટી પ્લાન તરીકે જોવામાં આવી રહ્યું છે. ઇમિગ્રેશન સલાહકારોના જણાવ્યા અનુસાર, પહેલાં જ્યાં પૂછપરછનો મોટો ભાગ મુંબઈ અને દિલ્હીથી આવતો હતો, ત્યાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમદાવાદ અને સુરત સૌથી ઝડપથી વિકસતા બજારો તરીકે ઉભરી આવ્યા છે. ‘ગ્લોબલ એડ્રેસ’ ખરીદી રહ્યાં છે ગુજરાતના ઉદ્યોગપતિઓ પાસપોર્ટ નહીં, જોખમનો વીમો ખરીદી રહ્યા છે ધનિકો રશિયા-યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયામાં તણાવ અને બદલાતા વૈશ્વિક ટેક્સ નિયમોએ ધનિક પરિવારોની વિચારસરણી બદલી નાખી છે. વિદેશની પસંદગીને પરિવાર, વ્યવસાય અને સંપત્તિ માટે સુરક્ષા કવચ માનવામાં આવી રહ્યો છે. આ જ કારણે વેલ્થ એડવાઇઝરી કંપનીઓ આને વેલ્થ મોબિલિટી અને ડોમિસાઇલ ડાઇવર્સિફિકેશનનો નવો દોર દર્શાવી રહ્યાં છે. ગુજરાત કેમ સૌથી આગળ?
    Click here to Read More
    Previous Article
    પશુધનના નિભાવ માટે ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવા માંગ:જિલ્લા સરપંચ સંગઠન દ્વારા પશુઓ માટે તાત્કાલિક ઘાસ ફાળવવા રજૂઆત
    Next Article
    સવારથી જ છેતરપિંડી:હેલ્ધી નાસ્તાના નામે શરીરમાં બીમારી : મ્યુસલીમાં 19 ગ્રામ સુધી ખાંડ મળી, હાઈ ફાઈબર પ્રોડક્ટમાં 6ની જગ્યાએ માત્ર 1.8 ગ્રામ જ ફાઈબર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment