Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુધનના નિભાવ માટે ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવા માંગ:જિલ્લા સરપંચ સંગઠન દ્વારા પશુઓ માટે તાત્કાલિક ઘાસ ફાળવવા રજૂઆત

    14 hours ago

    કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની અનિશ્ચિતતા અને વરસાદ ખેંચાવાના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં અર્ધ-અછત જેવી ગંભીર અને વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેના પરિણામે ખેતરોમાં ચરિયાણનો અભાવ ઉભો થતા પશુઓ માટે ઘાસની અત્યંત તંગી વર્તાઈ રહી છે અને પશુપાલકો પોતાના પશુધનના નિભાવ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ અને પશુપાલકોને રાહત પહોંચાડવાના હેતુસર કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ એમ. જાડેજાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરશ્રીને સત્તાવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં પશુપાલન વ્યવસાય માટે જાણીતો અને અગ્રણી જિલ્લો હોવાથી, પ્રવર્તમાન કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લાના પશુધનના હિતમાં તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ઘાસની ફાળવણી કરવામાં આવે તથા પશુપાલકોને પડતી દૈનિક હાલાકીને નિવારવા માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવે જેથી પશુપાલકોને સમયસર અને આસાનીથી પશુ આહાર ઉપલબ્ધ થઈ શકે અને પશુધનને આ સંકટના સમયમાં સુરક્ષિત રાખી શકાય. કચ્છના પશુપાલન ક્ષેત્ર માટે આ પરિસ્થિતિ વધુ ભયાનક છે. ગત વર્ષે 3 જુલાઈ 2025 સુધીમાં 24,557 હેક્ટરમાં પશુઓ માટે ઘાસચારો વાવી દેવાયો હતો, જેની સામે આ વર્ષે માત્ર 3,555 હેક્ટરમાં જ વાવેતર થયું છે. આગામી 15 દિવસમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે, તો માલધારીઓ માટે ઘાસચારાની ભારે કટોકટી સર્જાવાની પૂરી શક્યતા છે. કચ્છમાં પશુધનના નિભાવ માટે વિશેષ પેકેજની જરૂરિયાત કચ્છ જિલ્લો પશુધનની દૃષ્ટિએ ગુજરાતનો અગ્રણી જિલ્લો છે, પરંતુ આ વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થયાના લાંબા સમય બાદ પણ નોંધપાત્ર વરસાદ ન પડતા સમગ્ર જિલ્લામાં ઘાસચારાની ગંભીર અછત વર્તાઈ રહી છે. કુદરતી ચરિયાણો અને ગૌચરોમાં ઘાસ ઉગ્યું ન હોવાથી જિલ્લામાં કાર્યરત અંદાજે 250 થી વધુ પાંજરાપોળો અને ગૌશાળાઓમાં આશરે 1.50 લાખથી વધુ નિરાધાર પશુઓના નિભાવનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. પશુપાલકો અને ગૌશાળા સંચાલકો માટે સ્થિતિ એટલી કફોડી બની છે કે તેમણે અન્ય રાજ્યોમાંથી ચોખાનું પરાળ રૂ. 12 થી 15 પ્રતિ કિલોના ભાવે મંગાવવું પડે છે. આ પરાળ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી અને તેમાં જરૂરી પોષક તત્ત્વોનો અભાવ હોવાથી પશુઓના આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં નાના માલધારીઓની સ્થિતિ તો અત્યંત દયનીય બની છે, જેઓ પોતાના પશુઓને દૈનિક ઘાસચારો પણ પૂરો પાડી શકતા નથી. ફોરેસ્ટના ગોડાઉનોનો ઉપયોગ કરવાની માંગ અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પ્રમુખ ભરતભાઈ સોંદરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, વન વિભાગ દર વર્ષે પોતાના વિસ્તારમાંથી ઘાસચારો કાપીને ગોડાઉનોમાં સંગ્રહ કરે છે. હાલના સંકટ સમયે આ સંગ્રહિત ઘાસચારો જો રાહત દરે માલધારીઓ, પાંજરાપોળો અને ગૌશાળાઓને ફાળવવામાં આવે તો લાખો અબોલ પશુઓનું જીવન બચાવી શકાય તેમ છે. ભુજના ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત ધારાસભ્ય કેશુભાઈ પટેલે કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાવાને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે હાલમાં વરસાદ ન થવાને લીધે પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારાની ભારે અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને અબડાસા, લખપત, નખત્રાણા અને ભુજ તાલુકાના માલધારીઓ પશુપાલન દ્વારા પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, જેમના પર આ સંકટ વધુ તોળાઈ રહ્યું છે. ધારાસભ્યએ વન વિભાગના ગોડાઉનમાં સંગ્રહિત ઘાસને રાહત દરે વિતરણ કરવા માટે તંત્રને અનુરોધ કર્યો છે. વરસાદ ન પડે ત્યાં સુધી પશુઓને ચરીયાણ મળી રહે તે માટે ત્વરિત આયોજન કરવા અને આ અંગે જરૂરી સૂચનાઓ આપવા તેમણે માંગ કરી છે, જેથી માલધારીઓને રાહત મળી શકે.
    Click here to Read More
    Previous Article
    अब हाइड्रोजन से दौड़ेंगी बसें, देश के 10 रूट पर शुरू हुआ बड़ा ट्रायल
    Next Article
    ભાસ્કર વિશેષ‎:રોકાણનો નવો પોર્ટફોલિયો બન્યું વિદેશ, દર વર્ષે ‘પ્લાન B’ ખરીદી રહ્યાં છે 600 ગુજરાતી, 6થી 8 કરોડના રોકાણમાં ગોલ્ડન વિઝા-ગ્રીનકાર્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment