Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગરસેવકોએ બળાપો ઠાલવ્યો:નંદીઘરનો મુદ્દો ફરી ગાજ્યો, પીવાના પાણી સહિતની સુવિધાનો અભાવ હોય તો નંદીનાં મોત ન થાય તો જ નવાઇ તેવા નગરસેવકોના આક્ષેપો

    2 days ago

    મોરબી મહાપાલિકા બન્યા બાદ મેયર અને કારોબારી સમિતિની નિમણૂંક બાદ પ્રથમ વખત સામાન્ય સભા મળી હતી. આ સભામાં નવ નિયુક્ત નગર સેવકોએ મેયર સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. મોરબી મનપા વિવિધ વિભાગના અધિકારીઓ ચૂંટાયેલા નગર સેવકોના ફોન ઉપાડતા ન હોય જેથી તેમના વિસ્તારમાં કામ ન થતા હોવાની ફરિયાદ વધી હોવાનો આક્રોશ સામાન્ય સભામાં ઠાલવવામાં આવ્યો હતો. બીજી તરફ મોરબીના વોર્ડ 3 ના કોર્પોરેટર ભૂપત જારિયાએ દાવો કર્યો હતો કે મહાપાલિકા સંચાલિત નંદી ઘરમાં અવેળાની નિયમીત સફાઇ ન થતી હોવાનો અને નંદીઓ જ્યાં રહે છે ત્યાં કાળી માટી પાથરવામાં આવી છે જેના કારણે વરસાદી પાસે કીચડ ફેલાયેલો રહે છે તે મુદે તડાપીટ બોલાવી હતી. નંદીના મૃત્યુ થાય તો તેમના મૃતદેહ પણ આડેધડ ફેંકી દેવામાં આવતા હોવાનો આક્ષેપ કરાતા મામલો ગરમાયો હતો. વોર્ડ નં. 10ના કોર્પોરેટર ભાવેશ કંઝારિયાએ વાડી‎વિસ્તારના પ્રશ્નો ન ઉકેલાતા હોવાનો આક્રોશ ઠાલવ્યો‎ વોર્ડ નં.10ના નગર સેવક ભાવેશ કંઝારિયાએ જનરલ બોર્ડમાં તડાપીટ બોલાવી હતી કે મારો વોર્ડ નં.10 છે, જે મોટા ભાગનો વાડી વિસ્તાર છે. જેથી અમે અગાઉ જ અધિકારીઓને ચોમાસા પહેલા મેટલ પાથરી રોડ વ્યવસ્થિત કરવા રજૂઆત કરી દીધી હતી. ચોમાસું આવી ગયું, એક વરસાદ પણ પડી ગયો પરંતુ હજુ સુધી કામ થયું નથી. આજે ફરી એકવાર સામાન્ય સભામાં મેયર અને કમિશ્નરનું ધ્યાન દોરવામાં આવ્યું છે, જોઇએ હવે શું થાય છે! મોરબીના આઇકોનિક રોડની પહોળાઇ ઘટાડી દેવાયાનો મુદ્દો ગાજ્યો મોરબીના નાની કેનાલ રોડ તરીકે ઓળખાતા રોડને મહાનગર પાલિકા દ્વારા આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવ્યો હતો. જો કે આ રોડની કુલ પહોળાઈ 20 મીટર હતી. જો કે પંચાસર રોડના ખુણા પાસે તેની લંબાઈ અચાનક 18 મીટર કરી દેવાતા તાજેતરમાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો હવે આ મુદ્દો મહા નગર પાલિકાના સદસ્યોએ પણ ઉઠાવ્યો છે. જોવાનું એ રહે છે કે બે મીટરની પહોળાઇ ઘટાડવાનો મનપા પાસે ક્યો તર્ક છે અને આગામી સમયમાં શું થાય છે! મોરબી મનપાના નગરસેવકોના માનદ વેતનના ઠરાવ મંજૂર કરાયા મોરબી મહાનગર પાલિકા દ્વારા તમામ ચૂંટાયેલા નગર સેવકોના 7000 માનદ વેતન, સભા દીઠ ભથ્થું, સ્ટેશનરી ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેયરની ચેમ્બર, ડેપ્યુટી મેયર ચેમ્બર સભા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો ઓફિસ ખર્ચ પણ આ તકે બહુમતિથી મંજૂર કરવામાં આવ્યો હતો. મનપામાં હજુ સ્ટેન્ડિંગ સિવાય એકેય સમિતિની રચના નહીં‎ મોરબી મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદ સોંપી દેવામાં આવ્યા છે , પરંતુ સ્ટેન્ડિંગ સિવાય એક પણ સમિતિની રચના થઇ નથી. જો કે આની પાછળ ક્યાંકને ક્યાંક દલવાડી સમાજની નારાજગી છૂપાયેલી હોય તે શક્યતા નકારી શકાતી નથી. કેમકે થોડા સમય પહેલાં જ સમાજના આગેવાનોએ તેમના સમાજની અવગણના થઇ હોવાથી સમિતિમાં કોઇ પણ હોદો ન સ્વીકારવાની જાહેરાત કરી હોવાથી સમિતિની રચનાનો પેચ જબરો ફસાયો છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં પાણી પુરવઠા બોર્ડ રામ ભરોસે:1 કર્મીના માથે 2 કર્મચારીનું ભારણ, તંત્ર હાંફ્યું !એન્જિનિયરો અને ક્લાર્કની ભારે અછત!
    Next Article
    પાલિકાએ સ્પેશ્યલ ડ્રાઇવ યોજી:વેરાવળ - સોમનાથમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment