Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં પાણી પુરવઠા બોર્ડ રામ ભરોસે:1 કર્મીના માથે 2 કર્મચારીનું ભારણ, તંત્ર હાંફ્યું !એન્જિનિયરો અને ક્લાર્કની ભારે અછત!

    2 days ago

    પાણી પુરવઠા બોર્ડ ખાતે મંજૂર મહેકમ સામે 47 ટકા જગ્યાઓ ખાલી છે. પોરબંદર વિભાગ અને તેના હેઠળના પેટા વિભાગોમાં મંજૂર થયેલી કુલ 47 જગ્યાઓમાંથી 22 જગ્યાઓ ખાલી પડી છે જેમાં એન્જિનિયરો અને ક્લાર્કની ભારે અછત જોવા મળે છે. 1 કર્મીના માથે 2 કર્મચારીઓનું ભારણ છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની પોરબંદર ખાતેની કચેરીઓમાં સ્ટાફની ભારે અછત સર્જાઈ છે. તા. 31/05/2026ની સ્થિતિએ જાહેર થયેલા સરકારી આંકડાઓ મુજબ, પોરબંદર વિભાગ અને તેના હેઠળના પેટા વિભાગોમાં મંજૂર થયેલી કુલ 47 જગ્યાઓમાંથી 22 જગ્યાઓ ખાલી પડી છે. એટલે કે લગભગ 47 ટકા સ્ટાફ વિના જ સરકારી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. પરિણામે પ્રજાકીય સુવિધાઓ અને વહીવટી કામગીરી ભગવાન ભરોસે ચાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટાફની આ અછતના કારણે 1 કર્મીના માથે 2 કર્મચારીઓનું ભારણ છે. ખાસ કરીને એન્જિનિયરો અને ક્લાર્કની ભારે અછત છે. સ્ટાફની આ વિકટ પરિસ્થિતિને કારણે હાજર કર્મચારીઓ પર કામનું ભારણ બમણું થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા આ ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવી અનિવાર્ય બની છે. ક્યા વિભાગમાં કેટલી જગ્યા ખાલી ? જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, પોરબંદરમાં કુલ 17 મંજૂર જગ્યા માંથી 9 ભરાયેલી છે અને 8 જગ્યા ખાલી છે. જ્યારે જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, પોરબંદરની કુલ 10 મંજૂર જગ્યા માંથી 4 ભરાયેલી છે અને 6 જગ્યા ખાલી છે. જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, રાણાવાવમાં કુલ 10 મંજૂર જગ્યા માંથી 6 ભરાયેલી છે અને 4 જગ્યા ખાલી છે અને જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, કુતિયાણામાં કુલ 10 મંજૂર જગ્યા માંથી 5 ભરાયેલી છે અને 5 જગ્યા ખાલી છે. એન્જિનિયરો અને કલાર્ક જ નથી, કામ કેમ થાય? નાયબ કાર્યપાલક ઇજનેરની 3 મંજૂર જગ્યાઓ સામે માત્ર 1 જ ભરાયેલી છે, 2 જગ્યાઓ ખાલી છે. મદદનીશ ઇજનેર કુલ 9 મંજૂર જગ્યા માંથી 4 ભરાયેલી છે અને 5 જગ્યાઓ ખાલી છે. અધિક મદદનીશ ઇજનેરમાં કુલ 7 મંજૂર જગ્યા માંથી 3 ભરાયેલી છે અને 4 જગ્યા ખાલી છે અને સીનીયર ક્લાર્ક / સ્ટોર કીપરની કુલ 7 મંજૂર જગ્યા માંથી 2 ભરાયેલી છે અને 5 જગ્યાઓ ખાલી છે. ઉપરાંત જુનિયર ક્લાર્ક / કારકુનની કુલ 14 મંજૂર જગ્યા માંથી 8 ભરાયેલી છે અને 6 જગ્યા ખાલી છે. મનપામાં ફૂડ ઇન્સ્પેક્ટર ન હતા હવે કચેરી પણ ન રહી મનપા કચેરી ખાતે બીજા માળે ફૂડ વિભાગની કચેરી હતી જ્યાં ફૂડ ઇન્સ્પેક્ટર સહિત સ્ટાફ બેસતો હતો નમુના લાવીને મોકલવા સહિતની કામગીરી તથા અન્ય આયોજન કામગીરી થતી હતી. 1 વર્ષ સુધી કામગીરી ધમધમી પરંતુ ફુડ ઇન્સ્પેક્ટરનો કોન્ટ્રાક્ટ પૂરો થતા કચેરી બંધ હતી. હવે તો ફૂડ વિભાગ કચેરી પણ ન રહી, ફૂડ વિભાગની કચેરી ખાતે મેયરના પીએ અને પીઆરઓ કચેરી કાર્યરત છે. અન્ય જગ્યાએ કચેરી કરાશે મનપા ખાતે હાલ ફૂડ ઇન્સ્પેક્ટર નથી. ફુડ ઈન્સ્પેક્ટ માટેની પ્રક્રિયાનું આયોજન કરાયું છે. નિમણૂક કરવામાં આવશે એટલે અન્ય જગ્યાએ કચેરીની વ્યવસ્થા કરી ફૂડ વિભાગ કચેરી શરૂ કરવામાં આવશે. > એચ.જે. પ્રજાપતિ, કમિશનર, મનપા, પોરબંદર
    Click here to Read More
    Previous Article
    નૌસેનાએ આ નવા ડ્રોનને તાજેતરમાં પોતાના કાફલામાં સામેલ કર્યું:પોરબંદરમાં ક્રેશ થયેલા નેવીના ડ્રોનના અવશેષો રાતોરાત હટાવાયા
    Next Article
    નગરસેવકોએ બળાપો ઠાલવ્યો:નંદીઘરનો મુદ્દો ફરી ગાજ્યો, પીવાના પાણી સહિતની સુવિધાનો અભાવ હોય તો નંદીનાં મોત ન થાય તો જ નવાઇ તેવા નગરસેવકોના આક્ષેપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment