Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નૌસેનાએ આ નવા ડ્રોનને તાજેતરમાં પોતાના કાફલામાં સામેલ કર્યું:પોરબંદરમાં ક્રેશ થયેલા નેવીના ડ્રોનના અવશેષો રાતોરાત હટાવાયા

    2 days ago

    ​પોરબંદરના ધરમપુર પાટિયા નજીક નેશ વિસ્તારમાં બુધવારે બપોરે 3:09 કલાકે નેવીનું UAV ડ્રોન ક્રેશ થયા બાદ, નૌસેના દ્વારા રાતોરાત યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરીને ઘટનાસ્થળેથી તમામ અવશેષો દૂર કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક માલધારીઓના જણાવ્યા અનુસાર, ગઈકાલે સાંજે નેવીની સ્પેશિયલ ટીમે ડ્રોનમાંથી ફ્યુઅલ (બળતણ) સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું અને ત્યારબાદ રાત્રે 9 વાગ્યાની આસપાસ તમામ અવશેષો એકત્ર કરી ત્યાંથી હટાવી લીધા હતા. બીજી તરફ, નૌસેનાની ટીમે પ્રત્યક્ષદર્શીઓની ઝીણવટભરી પૂછપરછ કરી, ડ્રોન પડવાના સમય અને સ્થિતિની વિગતો મેળવી ભવિષ્યની તપાસ માટે તેમના મોબાઈલ નંબર પણ ડાયરીમાં નોંધ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક હાઈટેક મેઈલ ડ્રોન હતું, જેને ઇઝરાયલની ઇલબિટ સિસ્ટમ્સ સાથેની ભાગીદારીમાં અદાણી ડિફેન્સ દ્વારા ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યું હતું. ભારતીય નૌસેનાએ તાજેતરમાં જ પોતાની દરિયાઈ સરહદોની દેખરેખ અને પેટ્રોલિંગ મજબૂત કરવા માટે આ અદ્યતન ડ્રોનને પોતાના કાફલામાં સામેલ કર્યું હતું. હાલ નૌસેનાની ટીમ ફ્લાઇટ ડેટા લોગરના આધારે આ ડ્રોનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના મૂળ સુધી પહોંચવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ ચલાવી રહી છે. ક્રેશ સાઇટ પરથી ડ્રોનના અવશેષો હટી ગયા હોવા છતાં, સુરક્ષા એજન્સીઓ આ ગંભીર દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો શોધવા માટે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ બનાવ અંગે ઇન્ડિયન નેવીના સ્ક્વોડ્રન આઈ.એન.એ.એસ. 343નું HM 909 ડ્રોન કોઈપણ ટેક્નિકલ કારણોસર ક્રેશ થવા બાબતે નેવીના કર્મી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ જાણવાજોગ દાખલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર મનપાનો નિર્ણય:હવે હાઉસ ટેક્સના બિલ સીધા મિલકતધારકોના વોટ્સએપ પર મોકલાશે
    Next Article
    પોરબંદરમાં પાણી પુરવઠા બોર્ડ રામ ભરોસે:1 કર્મીના માથે 2 કર્મચારીનું ભારણ, તંત્ર હાંફ્યું !એન્જિનિયરો અને ક્લાર્કની ભારે અછત!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment