Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર મનપાનો નિર્ણય:હવે હાઉસ ટેક્સના બિલ સીધા મિલકતધારકોના વોટ્સએપ પર મોકલાશે

    2 days ago

    પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ પોરબંદર – ડિજિટલ પોરબંદર વિઝન હેઠળ હાઉસ ટેક્સની વસૂલાત અને બિલિંગની કામગીરીને સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં બદલવાનો નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકાના મેયર સાગર મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હાઉસ ટેક્સ વિભાગ દ્વારા હવે શહેરના અંદાજે 30 હજારથી વધુ મિલકતધારકોને તેમના ટેક્સના માગણા બિલ સીધા તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર વોટ્સએપ મારફતે મોકલવાની સુવિધા શરૂ કરવામાં આવશે. આ નવી ઓનલાઈન વ્યવસ્થા અમલમાં આવવાથી મિલકતધારકોને વેરાનું બિલ મેળવવા કે તેની ચુકવણી કરવા માટે મહાનગરપાલિકાની કચેરી સુધી ધક્કા ખાવા પડશે નહીં. પરિણામે કચેરી ખાતે થતી ભીડ, લાંબી લાઈનોમાં ઊભા રહેવાની મુશ્કેલી તેમજ નાગરિકોના સમય અને નાણાંના વ્યયમાંથી મોટી રાહત મળશે. વેરા બિલની PDF સીધી મોબાઈલ ફોનમાં મળતાં જ મિલકતધારકો ગમે ત્યાંથી પોતાનું બિલ જોઈ શકશે. બિલમાં જ Pay Now નો વિકલ્પ અને QR Code આપવામાં આવશે, જેના પર ક્લિક કરીને કે સ્કેન કરીને UPI, નેટ બેંકિંગ કે ડેબિટ-ક્રેડિટ કાર્ડ જેવા વિવિધ માધ્યમોથી સુરક્ષિત ઓનલાઈન ચુકવણી કરી શકાશે. આ સુવિધા ખાસ કરીને વડીલો, દિવ્યાંગો અને શહેર બહાર રહેતા લોકો માટે ઘણી ઉપયોગી બનશે. વોટ્સએપ નંબર ન હોય તેમને હાર્ડ કોપી મળશે જે મિલકતધારકોના મોબાઈલ નંબર હાઉસ ટેક્સ શાખામાં નોંધાયેલા નથી, તેઓને બિલની હાર્ડ કોપી અગાઉની જેમ જ સરનામે પહોંચાડવામાં આવશે. જોકે, ભવિષ્યમાં આ ડિજિટલ સેવાનો લાભ લેવા માટે તમામ નાગરિકોને પોતાના વોટ્સએપ નંબર ટેક્સ વિભાગમાં નોંધાવી લેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવી બંદર પોલીસે તપાસ હાથ ધરી‎:ગોસાબારા લેન્ડીગ પોઈન્ટ દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા
    Next Article
    નૌસેનાએ આ નવા ડ્રોનને તાજેતરમાં પોતાના કાફલામાં સામેલ કર્યું:પોરબંદરમાં ક્રેશ થયેલા નેવીના ડ્રોનના અવશેષો રાતોરાત હટાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment