Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકાએ સ્પેશ્યલ ડ્રાઇવ યોજી:વેરાવળ - સોમનાથમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી

    2 days ago

    વેરાવળ - સોમનાથ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી રખડતા આખલાના ત્રાસના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. સોમનાથ વિસ્તાર હોઈ કે શહેરી વિસ્તાર તમામ જગ્યાઓએ આખલાઓએ જાણે આતંક મચાવ્યો હોઈ તેવી રીતે મુખ્ય બજારમાં પણ શિંગડે ચઢ્યા હોવાના બનાવો ધ્યાને આવતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર દ્વારા આવા રખડતા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે શિફ્ટ કરવાની ડ્રાઇવનું બે દિવસથી આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકાના સિટી મેનેજરે કશ્યપ સામાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બે દિવસમાં લગભગ 18 જેટલા પશુઓનું ખસીકરણ કરી તેમને સુરક્ષિત પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ડ્રાઇવ હજુ ચાલી રહી છે.નોંધનીય છે કે,પાલિકા તંત્રની આ કામગીરીથી મુખ્ય માર્ગો પર ઘણી વખત જે આખલા યુદ્ધ જોવા મળી રહ્યા હતા તેમાં ઘટાડો થશે અને શહેરીજનોને મુસીબતથી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    નગરસેવકોએ બળાપો ઠાલવ્યો:નંદીઘરનો મુદ્દો ફરી ગાજ્યો, પીવાના પાણી સહિતની સુવિધાનો અભાવ હોય તો નંદીનાં મોત ન થાય તો જ નવાઇ તેવા નગરસેવકોના આક્ષેપો
    Next Article
    પાલિકાની કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ:મોડાસામાં 24 કાચાં-પાકાં દબાણ હટાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment