Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનપુર ભાજપ ઓફિસ બહાર મહાકાય વૃક્ષ ધરાશાયી:બે રિક્ષા અને એક ઈલેક્ટ્રીક વાહન ફસાયા, ઝાડ નીચે દબાયેલા યુવકને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યો

    1 day ago

    અમદાવાદ શહેરમાં ચોમાસાની મોસમ વચ્ચે ઝાડ પડવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. શહેરમાં સતત બીજા દિવસે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થવાનો મોટો બનાવ સામે આવ્યો છે. શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયની બિલકુલ બહાર એક મહાકાય ઝાડ અચાનક રોડ પર વળી પડ્યું હતું. આ દુર્ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલો એક યુવાન ઝાડના તોતિંગ થડ અને ડાળીઓ નીચે કમકમાટીભરી રીતે દબાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો, સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ગઈકાલની ઘટનાથી માત્ર 100 મીટર દૂર જ ફરી સર્જાઈ દુર્ઘટના નોંધનીય છે કે, ગઈકાલે એટલે કે 8 જુલાઈના રોજ સાંજના સમયે લાલ દરવાજા વિસ્તારમાં સરદારબાગની સામે આવેલા પે એન્ડ પાર્કિંગમાં એક વિશાળ વૃક્ષ પડવાની ઘટના બની હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં, સતત બીજા દિવસે એટલે કે આજે 9 જુલાઈના રોજ ગઈકાલના ઘટનાસ્થળથી માત્ર 100 મીટર દૂર જ ખાનપુર ભાજપ કાર્યાલય બહાર બીજું એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. અચાનક જ કડાકાભેર વૃક્ષ તૂટી પડતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ખાનપુર ભાજપ કાર્યાલયની બહાર અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાની ઓફિસની બહાર જ ચાની કિટલી પાસે આ વિશાળ વૃક્ષ આવેલું હતું. વર્ષો જૂનું આ ઝાડ હતું અને અચાનક જ રાતના સમયે આ ઝાડ પડી જવાની ઘટના બની છે. ઝાડ નીચે દબાયેલો વ્યક્તિ પોર્ટર માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હાલમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સંખ્યામાં લોકો અને પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી છે ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ યુવકને જીવતો બહાર કાઢ્યો ઝાડ નીચે માણસ દબાયો હોવાની ગંભીર માહિતી મળતા જ ફાયરબ્રિગેડનો કાફલો બે ગાડીઓ સાથે મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રેસ્ક્યૂ ટીમ અને સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને ઝાડ નીચે ફસાયેલા યુવકને સહીસલામત બહાર કાઢી લીધો હતો. ઝાડ પડવાના કારણે યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તેને તાત્કાલિક ધોરણે ત્યાં હાજર ‘108’ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. રોડ પરથી ઝાડ હટાવવાની કામગીરી ચાલુ આ મુખ્ય માર્ગ પર જ વિશાળ વૃક્ષ પડવાના કારણે રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો અને વાહન વ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ટ્રાફિક જામ ન થાય તે માટે સ્થાનિક પોલીસે તાત્કાલિક વાહનોની અવરજવર અન્ય રૂટ પર ડાયવર્ટ કરી દીધી હતી. હાલમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કટરની મદદથી ઝાડની ડાળીઓ કાપીને રોડ પરથી અવરોધ દૂર કરવાની અને રસ્તો ફરી ખુલ્લો કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    8 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો:પંચમહાલ LCBએ પશુ અત્યાચારના વોન્ટેડ સહિત 2ને ઝડપ્યાં
    Next Article
    ગાંધીનગરમાં વગર વરસાદે પાણીની નદી વહી:ચરેડી નજીક પાણીની મુખ્યલાઈનમાં ભંગાણ, 48 કલાકથી લાખો લીટર પાણીનો વેડફાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment