Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો:પંચમહાલ LCBએ પશુ અત્યાચારના વોન્ટેડ સહિત 2ને ઝડપ્યાં

    एक दिन पहले

    પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ફરાર આરોપીઓને પકડવામાં મહત્વની સફળતા મેળવી છે. LCB ટીમે અલગ-અલગ કાર્યવાહીમાં 8 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના આરોપી અને પશુ અત્યાચારના બે ગુનામાં એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી સહિત કુલ બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના મુજબ, LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત, હ્યુમન સોર્સિસ દ્વારા મળેલી બાતમીના આધારે LCB ટીમે ગોધરાની અશરફી મસ્જિદ નજીકથી એક આરોપીને પકડ્યો હતો. આ આરોપી મુસા શબ્બીર બહેરા ઉર્ફે મુસો ધોની આણંદ જિલ્લાના બોરસદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019ના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 8 વર્ષથી ફરાર હતો. તેને વધુ કાર્યવાહી માટે બોરસદ પોલીસને સોંપવામાં આવ્યો છે. અન્ય એક કાર્યવાહીમાં, LCB એ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ અત્યાચારના બે અલગ-અલગ ગુનાઓમાં એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી ઇરફાન એહમદ ગરીબાની તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી. તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પંચમહાલ LCBની આ કામગીરીથી લાંબા સમયથી ફરાર રહેલા વોન્ટેડ આરોપીઓ કાયદાના સકંજામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું- હોર્મુઝમાં દખલગીરી કરી તો જડબાતોડ જવાબ આપીશું:અમેરિકાએ ચીન-રશિયા સાથે જોડાયેલા પુલ પર મિસાઈલ દાગી, 2 દિવસમાં 170 ઠેકાણાઓ પર હુમલો
    Next Article
    ખાનપુર ભાજપ ઓફિસ બહાર મહાકાય વૃક્ષ ધરાશાયી:બે રિક્ષા અને એક ઈલેક્ટ્રીક વાહન ફસાયા, ઝાડ નીચે દબાયેલા યુવકને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment