Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટ્સએપની મદદથી ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ:ફોટો મોકલી ભાવતાલ નક્કી થતો અને બાદમાં હોટલમાં યુવતી પહોંચી જતી, એક ઝડપાયો; એક વોન્ટેડ

    एक दिन पहले

    સુરત શહેરના પોશ ગમાતા પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોટ્સએપના માધ્યમથી ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા દલાલો ગ્રાહકો મેળવવા અને સોદો નક્કી કરવા માટે તદ્દન આધુનિક અને ડિજિટલ પેટર્નનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. મુખ્ય સૂત્રધાર દલાલ ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરવાને બદલે વોટ્સએપ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા સંવાદ સાધતો હતો. આ ડિજિટલ ઓપરેશન હેઠળ, ગ્રાહકોને મોબાઈલ પર જ દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાઓના ફોટોગ્રાફ્સ મોકલવામાં આવતા હતા અને ત્યારબાદ વોટ્સએપ પર જ સ્થળનું લોકેશન શેર કરી આખો સોદો ફિક્સ કરવામાં આવતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ પેટર્ન એટલી આયોજનબદ્ધ રીતે ચલાવાતી હતી કે સામાન્ય નાગરિકો કે આસપાસના લોકોને તેની ભનક પણ ન લાગે. ડમી ગ્રાહક મોકલી પોલીસે રેકેટનો પર્દાફાશ કર્યો પાલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક મોબાઈલ નંબર ધારક દલાલ પાલ વિસ્તારમાં મોટા પાયે અનૈતિક પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે અને બહારથી દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાઓને બોલાવીને સપ્લાય કરે છે. આ બાતમીની ખરાઈ કરવા અને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે પાલ પોલીસે એક પ્લાન તૈયાર કર્યો હતો. પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો અને તેના મોબાઈલ નંબર પરથી બાતમીવાળા મુખ્ય દલાલના મોબાઈલ નંબર પર વોટ્સએપ મેસેજ દ્વારા વાતચીત શરૂ કરાવી હતી. આ ચેટિંગ દરમિયાન દલાલે દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાના ફોટા મોકલી દીધા હતા અને પાલ વિસ્તારમાં આવેલા મીના બજાર કોમ્પ્લેક્સની ‘ગોલ્ડન સિટી હોટલ’માં મોકલવાનું નક્કી કર્યું હતું. આ હાઈપ્રોફાઈલ અનૈતિક કામ માટે દલાલે રૂપિયા 7000નો મોટો ભાવતાલ નક્કી કર્યો હતો, જે ડમી ગ્રાહકે સ્વીકારી લીધો હતો. હોટલ ગોલ્ડન સિટીમાં દરોડો સોદો નક્કી થયા મુજબ, મુખ્ય દલાલે ડમી ગ્રાહકે જણાવેલા લોકેશન પર દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાઓને પોતાના એક સાગરીત સાથે મોકલી આપી હતી. દલાલના કહેવાથી મુકેશ બાબુરામ પવાર નામનો ઈસમ તે મહિલાને લઈને હોટલ પર પહોંચ્યો હતો. આ તરફ પાલ પોલીસની ટીમ હોટલની આસપાસ સાદા કપડામાં પહેલેથી જ ગોઠવાઈ ગઈ હતી. જેવી મહિલા અને તેને મુકવા આવેલો ઈસમ હોટલના રૂમ પાસે પહોંચ્યા અને વ્યવહાર શરૂ થયો, કે તરત જ ઈશારો મળતા જ પોલીસે હોટલ ગોલ્ડન સિટીના રૂમમાં ત્રાટકીને સફળ રેડ પાડી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્યાં હાજર દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાને મુક્ત કરાવી આ અનૈતિક નરકમાંથી ઉગારી લીધી હતી, જ્યારે સ્થળ પરથી મહિલાને ડિલિવર કરવા આવેલા આરોપીને દબોચી લીધો હતો. અટકાયત કરાયેલ આરોપી અને મુખ્ય સૂત્રધારની વિગત આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી મુકેશ બાબુરામ પવાર (ઉંમર વર્ષ 39, રહેવાસી- ઘર નંબર 17, વર્ષા સોસાયટી, કિશન ડેરીની સામે, મશાલ સર્કલ, અડાજણ, સુરત; મૂળ રહેવાસી- ગામ અજમેર રોડ, દેગાના, જિલ્લો નાગોર, રાજસ્થાન) નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મુકેશ પવાર પોતે મુખ્ય દલાલ રોહિત શર્માના ઈશારે માત્ર કમિશન પર દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાને ડમી ગ્રાહક પાસે મુકવા માટે આવ્યો હતો. આ ગુનાનો મુખ્ય અને વોન્ટેડ આરોપી રોહિત શર્મા છે, જે મોબાઈલ નંબર નો ઉપયોગ કરતો હતો. તેનું ચોક્કસ રહેઠાણ હજી જાણી શકાયું નથી, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાણીના ધસમસતા પ્રવાહમાં બે ભાઈ સાથે કાર તણાઈ, CCTV:એકનો બચાવ ને એકનું મોત, આજે 14 મૃતદેહ મળતા મૃત્યુઆંક 40 થયો, સુરતની ખાડી મોતનો કૂવો બની
    Next Article
    ભરૂચમાં એમ્બ્યુલન્સમાંથી મૃતદેહ મળ્યો:પેટ્રોલપંપ કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment