Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીના ધસમસતા પ્રવાહમાં બે ભાઈ સાથે કાર તણાઈ, CCTV:એકનો બચાવ ને એકનું મોત, આજે 14 મૃતદેહ મળતા મૃત્યુઆંક 40 થયો, સુરતની ખાડી મોતનો કૂવો બની

    12 hours ago

    સુરતમાં 6 અને 7 જુલાઇના વરસેલા અનરાધાર વરસાદે ભારે તબાહી મચાવી દીધી છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓ હાલ જાણે 'મોતનો કૂવો' બની હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ખાડીઓ ઓવરફ્લો થતાં રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. આ જળબંબોળની સ્થિતિ વચ્ચે ભેસ્તાનમાં 3, લિંબાયતમાં 3, ડિંડોલીમાં 2, વાલક પાટીયામાં 2, સારોલીમાં 1, અમરોલીમાં 1, સરથાણામાં 1 અને પુણામાં 1 યુવાન સહિત કુલ 14 લોકોના આજે મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાઓને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે, જ્યારે સરથાણા વિસ્તારમાં ધસમસતા પ્રવાહમાં બે ભાઈ સાથે કાર ખાડીમાં ખાબકી હતી. જેમાં એક ભાઈનો બચાવ થયો છે, જ્યારે બીજા ભાઈનો પણ મોડી સાંજે મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કાર ખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતી હોવાના CCTV પણ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઓફિસની નજીકમાં જ આ ઘટના બની હોવાથી રાત્રે અને દિવસે પણ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સરથાણા: કાર પાણીમાં તણાઈ, બે ભાઈમાંથી એકનો બચાવ, એકનું મોત પાસોદરાની સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા બે ભાઈઓ સંદીપ મનસુખભાઈ ચોવટીયા (ઉં.વ. 27) અને દર્શક ચોવટીયા (ઉં.વ. 25) વરાછા વિસ્તારમાં ફોર વ્હીલ રિપેરિંગનું ગેરેજ ચલાવે છે. ગત 7 જુલાઈની સાંજે તેઓ વરાછા ખાતે બંધ થઈ ગયેલી એક કારને રિપેર કરીને પોતાની કાર સાથે પરત ઘરે આવી રહ્યા હતા. તે સમયે વાલક પાટીયા પાસે નીલકંઠ હાઈટ્સ નજીક રસ્તા પર ખાડી અને વરસાદના પાણીના ભારે પ્રવાહમાં તેમની કાર ફસાઈ ગઈ હતી અને જોતજોતામાં ડૂબવા લાગી હતી. કાર તણાવવાની ઘટના CCTVમાં કેદ કાર પાણીમાં ખેંચાવા લાગતા બંને ભાઈઓએ હિંમત દાખવી કારના કાચ ખોલી બહાર છલાંગ લગાવી દીધી હતી. જેમાં સંદીપ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો, જ્યારે દર્શકના હાથમાં એક લાકડું આવી જતાં તેણે તે મજબૂતાઈથી પકડી રાખ્યું હતું. આ સમયે નજીકની સ્કૂલના વોચમેનની નજર પડતાં તેણે ટોર્ચ લાઈટ મારી હતી. ટોર્ચના પ્રકાશના સહારે દર્શક ધીમે-ધીમે પાણીમાં ચાલીને સ્કૂલ પાસે પહોંચ્યો હતો, જ્યાં વોચમેને તેને હેમખેમ બહાર કાઢી લીધો હતો. જોકે, ફાયર વિભાગના અધિકારીના પાણીમાં વહી ગયેલા સંદીપની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સાંજના સંદીપનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં માતમ છવાયો છે. ડિંડોલી: કામ પરથી પરત ફરતા બે મિત્રોનો તળાવમાં ગરકાવ મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની અને હાલ ડિંડોલીના ખરવાસા રોડ સ્થિત બદરીનાથ સોસાયટીમાં રહેતો 19 વર્ષીય હર્ષલ પ્રવીણભાઈ કરંકાળ અને તેનો પાડોશી મિત્ર અજીત બલિરામ પટેલ (ઉં.વ. 31, મૂળ બિહાર) ગત 7 જુલાઈએ સવારે ડિંડોલીના શ્યામ બંગલા ખાતે છૂટક કામ અર્થે ગયા હતા. રાત્રે કામ પતાવી બંને મિત્રો ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સચિન રોડ પર ખરવાસા ખાતેના તળાવ પાસે મુશળધાર વરસાદને કારણે ભરાયેલા પાણીમાં બંને મિત્રો ડૂબી ગયા હતા. મોડી રાત સુધી બંને ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ હાથ ધરી પોલીસને જાણ કરી હતી. દરમિયાન, આજે સવારે ખરવાસા રોડ પર તળાવ નજીકથી પસાર થતા રાહદારીઓની નજર પાણીમાં તરતા મૃતદેહો પર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. વાલક પાટિયા: રત્નકલાકારનો ખાડીમાંથી મૃતદેહ મળ્યો અન્ય એક દિલધડક બનાવમાં, મોટા વરાછાના પેડલ રોડ ઉપર રહેતા અને મૂળ અમરેલીના વતની અલ્પેશ રમેશભાઈ દેસાઈ (ઉં.વ. 35) ગત 7 જુલાઈની સાંજે કડોદરા ખાતે આવેલા પોતાના એમ્બ્રોઈડરીના કારખાનેથી બાઈક લઈને ઘરે આવવા નીકળ્યા હતા. કડોદરા અને સુરત વચ્ચેના માર્ગ પરથી તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા. પરિવારજનોની લાંબી શોધખોળ છતાં તેમની કોઈ ભાળ મળી ન હતી. આજે ગુરુવારે સવારે વાલક પાટીયા પાસે નવી બંધાતી ઇન્ફીનિટી બિલ્ડીંગ નજીક ખાડીના ધસમસતા પાણીમાંથી ફાયર બ્રિગેડના જવાનોએ અલ્પેશભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક અલ્પેશભાઈને સંતાનમાં એક પુત્ર છે, જેના માથા પરથી પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    MBBS તબીબોની બોન્ડેડ સેવા માટે ચોઈસ ફિલિંગ શરૂ:ગુજરાતના 3,336 તબીબોમાંથી માત્ર 1,490 તબીબોને જ મંજૂરી મળતા વિવાદ
    Next Article
    વોટ્સએપની મદદથી ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ:ફોટો મોકલી ભાવતાલ નક્કી થતો અને બાદમાં હોટલમાં યુવતી પહોંચી જતી, એક ઝડપાયો; એક વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment