Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MBBS તબીબોની બોન્ડેડ સેવા માટે ચોઈસ ફિલિંગ શરૂ:ગુજરાતના 3,336 તબીબોમાંથી માત્ર 1,490 તબીબોને જ મંજૂરી મળતા વિવાદ

    7 hours ago

    ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાજેતરમાં એમબીબીએસ (MBBS) પૂર્ણ કરી ચૂકેલા નવા તબીબો માટે એક વર્ષની ફરજિયાત બોન્ડેડ સેવાઓ માટે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે, આ વહીવટી પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ તબીબી આલમમાં ભારે મુંઝવણ અને નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારે બહાર પાડેલી 3,336 તબીબોની મેરિટ યાદીમાંથી માત્ર 1,490 તબીબોને જ હાલની ચોઈસ ફિલિંગ પ્રક્રિયા માટે પરમિશન આપવામાં આવી છે, જ્યારે અડધાથી વધુ પાત્ર તબીબોને આ રાઉન્ડમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. 2020ની બેચના વિદ્યાર્થીઓ માટે ગ્રામ્ય સેવા ફરજિયાત આ ગંભીર વિસંગતતા અંગે તબીબી અગ્રણી ડો. અક્ષયગીરી ગોસ્વામીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ સરકારી, ખાનગી અને જીએમઈઆરએસ (GMERS) મેડિકલ કોલેજોમાંથી વર્ષ 2020 ની બેચના કુલ 3,336 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સરકારી નિયમ અને બોન્ડની શરતો મુજબ આ તમામ તબીબોએ ફરજિયાતપણે એક વર્ષ માટે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને પોતાની આરોગ્ય સેવાઓ આપવાની રહે છે. આમ છતાં, વર્તમાન પ્રક્રિયામાં સરકારે માત્ર 1,490 તબીબોને જ બોન્ડ માટે પસંદગીની તક આપી છે. NEET PGની પરીક્ષાને કારણે બીજા રાઉન્ડની માંગ જે તબીબોને હાલના તબક્કે ચોઈસ ફિલિંગની મંજૂરી આપવામાં નથી આવી, તે પાછળનું એક મુખ્ય કારણ શૈક્ષણિક પણ છે. બાકાત રહેલા તબીબોમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ આગામી 30 ઓગસ્ટ 2026 ના રોજ યોજાનારી 'નીટ પીજી' (NEET PG) ની ઉચ્ચ તબીબી અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષાની તડામાર તૈયારી કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ હાલના પ્રથમ રાઉન્ડને બદલે પરીક્ષા પૂર્ણ થયા બાદ યોજાનારા બીજા રાઉન્ડમાં જોડાવા માટે ઈચ્છુક છે, જેથી તેમનો અભ્યાસ અને સેવા બંને જળવાઈ રહે. તબીબો દ્વારા વહીવટી તંત્રને લેખિત રજૂઆત તબીબોના હિતમાં ડો. ગોસ્વામીએ આ મુદ્દે સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન, સર ટી. જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષક (સુપ્રિટેન્ડેન્ટ) તેમજ ભાવનગરના વિભાગીય નાયબ નિયામકને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત સબમિટ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે જે તબીબો નિયમ અનુસાર પોતાનો બોન્ડ સમયસર પૂર્ણ કરવા ઈચ્છે છે અને રાજ્યના આરોગ્ય માળખાને મજબૂત કરવા તૈયાર છે, તેમને તંત્ર દ્વારા સમાન તક મળવી જ જોઈએ. તમામ તબીબોને સામેલ કરવાથી ગ્રામ્ય આરોગ્ય માળખું સુદ્રઢ બનશે રજૂઆતમાં આરોગ્ય વિભાગને અપીલ કરવામાં આવી છે કે સરકારે જે તબીબોને હાલની પ્રક્રિયાથી વંચિત રાખ્યા છે, તેમના પ્રશ્નો પર માનવતાવાદી અને હકારાત્મક અભિગમ અપનાવી તમામ પાત્ર તબીબોને ચોઈસ ફિલિંગમાં સામેલ કરવા જોઈએ. જો સરકાર આ બાબતે વહેલી તકે યોગ્ય અને સકારાત્મક નિર્ણય લેશે, તો રાજ્યના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં તબીબોની અછત દૂર થશે, આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશે અને ભવિષ્યના કોરોના વોરિયર્સ સમાન આ યુવા તબીબોના કરિયર સાથે પણ ન્યાય થશે.
    Click here to Read More
    Previous Article
    Iran Us war: ईरान ने उड़ाए america के missile और radar system,टूटा ceasefire| top news | trump
    Next Article
    પાણીના ધસમસતા પ્રવાહમાં બે ભાઈ સાથે કાર તણાઈ, CCTV:એકનો બચાવ ને એકનું મોત, આજે 14 મૃતદેહ મળતા મૃત્યુઆંક 40 થયો, સુરતની ખાડી મોતનો કૂવો બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment