Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં એમ્બ્યુલન્સમાંથી મૃતદેહ મળ્યો:પેટ્રોલપંપ કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

    1 day ago

    ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા એક પેટ્રોલપંપના કેમ્પસમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સ કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં ભરૂચ તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃતક અંકલેશ્વર GIDC વિસ્તારના 51 વર્ષીય નરેન્દ્ર ગણેશ લોઢારી હતા. તેઓ એમ્બ્યુલન્સ કાર લઈને બુધવારે કારેલા ગામ નજીકના પેટ્રોલપંપ કેમ્પસમાં આવ્યા હતા. નરેન્દ્ર લોઢારી કારમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ કરતા તેમનું મૃત્યુ થયું હોવાનું જણાયું હતું. ઘટનાની ગંભીરતાને જોતા FSL ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. FSL તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ભરૂચ તાલુકા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વોટ્સએપની મદદથી ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ:ફોટો મોકલી ભાવતાલ નક્કી થતો અને બાદમાં હોટલમાં યુવતી પહોંચી જતી, એક ઝડપાયો; એક વોન્ટેડ
    Next Article
    Amid heavy rainfall, Delhi CM, PWD Minister inspects waterlogging hotspots

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment