Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મનપાની પ્રથમ સામાન્ય સભામાં વહીવટી ખામીઓની ચર્ચા:ભાજપના ર્પોરેટરોના ફોન અધિકારીઓ ઉપાડતા નથી, નંદીઘરની હાલત પર પણ સવાલ

    10 hours ago

    મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણીના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી સમિતિના અધ્યક્ષના ઓફિસ ખર્ચ તેમજ તમામ કોર્પોરેટરોના માનદ વેતન અને ભથ્થા સહિતના એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે ઔપચારિક મંજૂરીઓ બાદ સભામાં અનેક વહીવટી ખામીઓ અને જનહિતના મુદ્દાઓ જોરશોરથી ગુંજ્યા હતા. નંદીઘરની દુર્દશા મુદ્દે ભાજપના કોર્પોરેટરોની જ કડક રજૂઆત સભામાં કોર્પોરેટર ભુપતભાઈ જારીયાએ નંદીઘરની હાલત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે નંદીઓ માટે ઘાસચારો, પીવાના પાણીની વ્યવસ્થા અને પૂરતો સ્ટાફ ઉપલબ્ધ નથી. ચોમાસાની ઋતુમાં જો તાત્કાલિક જરૂરી વ્યવસ્થાઓ કરવામાં નહીં આવે તો નંદીઓના મૃત્યુ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ મુદ્દે મહાપાલિકા તંત્ર સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. અધિકારીઓ ફોન ઉપાડતા નથી, કામ પણ થતા નથી: ભાજપના કોર્પોરેટરોનો આક્ષેપ સભાની સૌથી ચર્ચાસ્પદ બાબત એ રહી કે ભાજપ શાસિત મહાપાલિકામાં ભાજપના જ કોર્પોરેટરોએ અધિકારીઓ સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો. વિવિધ વોર્ડના કોર્પોરેટરોએ ફરિયાદ કરી કે શાખા પ્રમુખો અને અધિકારીઓને વારંવાર ફોન કરવા છતાં તેઓ ફોન ઉપાડતા નથી અને રજૂ કરાયેલા કામો પણ સમયસર થતા નથી. આ રજૂઆત બાદ મેયર ઉત્તમ સુરાણીએ બેઠક દરમિયાન જ તમામ વિભાગના અધિકારીઓને કોર્પોરેટરોના ફોનનો તાત્કાલિક પ્રતિસાદ આપવા અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. નાની કેનાલ રોડની ડિઝાઇન બદલાતા પણ ઉઠ્યા સવાલ કોર્પોરેટર ભાવેશભાઈ કાંઝરિયાએ નાની કેનાલ રોડના કામ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું કે મંજૂર થયેલી ડિઝાઇનમાં ફેરફાર કોના દબાણ હેઠળ કરવામાં આવ્યો છે અને મંજૂર થયેલા નકશા મુજબ જ રોડનું કામ પૂર્ણ કરવાની માંગ કરી હતી. મહિલા કોર્પોરેટરો માટે બેઠક વ્યવસ્થાની માંગ મહિલા કોર્પોરેટર સંગીતાબેન ભીમાણીએ મહાપાલિકાની બેઠકમાં મહિલા કોર્પોરેટરો માટે અલગ અને યોગ્ય બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી હતી. ગેરકાયદે કતલખાનાં સામે કાર્યવાહી કરવાની માંગ સભામાં મોરબીના કતલખાનાને અન્ય સ્થળે ખસેડવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. આ દરમિયાન કોર્પોરેટર મહેન્દ્રભાઈ સવસાણીએ જણાવ્યું હતું કે શહેરમાં કોઈપણ કતલખાનાને લાયસન્સ આપવામાં આવ્યું નથી, તેથી ગેરકાયદે ચાલતા કતલખાનાને સ્થળાંતર કરવાની જગ્યાએ તેને બંધ કરવાની કાર્યવાહી કરવી જોઈએ. મેયર અને અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ત્રણ કોર્પોરેટરોએ પગાર-ભથ્થું ન લેવાનો નિર્ણય જાહેર કર્યો સામાન્ય સભામાં કુલ 52 કોર્પોરેટરોમાંથી ત્રણ કોર્પોરેટરોએ જાહેરમાં પગાર અને ભથ્થું ન લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ગણેશભાઈ ડાભી અને ભાવેશભાઈ કાંઝરિયાએ મૌખિક જાહેરાત કરી હતી, જ્યારે ભાવિકભાઈ જારીયાએ મેયરને લેખિતમાં પત્ર આપીને માનદ વેતન અને ભથ્થું સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આગામી સમયમાં અન્ય કેટલાક કોર્પોરેટરો પણ આવો નિર્ણય જાહેર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પદગ્રહણ સમારોહમાં સત્તાનું શક્તિ પ્રદર્શન:ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ધારાસભ્યોની હાજરીમાં વિવિધ સાત સમિતિના નવ નિયુક્ત ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો
    Next Article
    કોન્ટ્રાક્ટ કરતા તો બે કર્મચારી રાખવા સસ્તા:AMC વિવિધ કાર્યક્રમો માટે આમંત્રણ પત્રિકા ડિઝાઇન કરવા 60 લાખના ખર્ચ પર બ્રેક, અધિકારીઓ જવાબ ન આપી શક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment