Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પદગ્રહણ સમારોહમાં સત્તાનું શક્તિ પ્રદર્શન:ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ધારાસભ્યોની હાજરીમાં વિવિધ સાત સમિતિના નવ નિયુક્ત ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

    9 hours ago

    ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા અને પદાધિકારીઓની વરણી પૂર્ણ થયા બાદ ભાજપ શાસિત જિલ્લા પંચાયત હવે એક્શન મોડમાં આવી ગઈ છે. પંચાયતની વિવિધ સાત મહત્વની સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોનો પદગ્રહણ કાર્યક્રમ આજે ભારે રાજકીય શક્તિ પ્રદર્શન વચ્ચે યોજાયો હતો. આ કાર્યક્રમમાં તમામ નવનિયુક્ત ચેરમેનો અને સભ્યો દ્વારા પોતાની રાજકીય તાકાત બતાવવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને પગલે ગાંધીનગર, કલોલ અને માણસાના ધારાસભ્યો તેમજ ભાજપના મોખરાના અગ્રણીઓની હાજરી વચ્ચે ખુબ મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો પંચાયત ભવન ખાતે ઉમટી પડ્યા હતા. ભારે ભીડને કારણે ભોજન સમારંભમાં વ્યવસ્થા ખોરવાઈ ગાંધીનગર, માણસા અને કલોલના ધારાસભ્યોની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ પદગ્રહણ સમારોહને લઈને જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં આમંત્રિતો, શુભેચ્છકો અને કાર્યકરો માટે ખાસ શામિયાણો બાંધીને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સત્તાના આ શક્તિ પ્રદર્શનમાં અપેક્ષા કરતાં ક્યાંય વધુ ભીડ ઉમટી પડી હતી. ભીડનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે વ્યવસ્થા ટૂંકી પડી હતી, જેના કારણે ઘણાં ઉત્સાહી કાર્યકરો અને સમર્થકોને ભોજનનો એક પણ કોળિયો લીધા વિના અપમાનજનક સ્થિતિમાં ભૂખ્યા પેટે જ પરત ફરવાની ફરજ પડી હતી, જે કાર્યક્રમમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નવનિયુક્ત ચેરમેનોએ પ્રથમ બેઠક યોજી ચાર્જ સંભાળ્યો બીજી તરફ, પદગ્રહણ વિધિ પૂર્ણ થતાં જ તમામ સાતેય સમિતિઓના ચેરમેનોએ પોતપોતાની પ્રથમ સત્તાવાર બેઠક યોજીને વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો હતો. આ બેઠકમાં આગામી સમયમાં જિલ્લાના વિકાસના કામોને વેગ આપવા માટેની ભાવી રણનીતિ નક્કી કરવાની દિશામાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પદાધિકારીઓએ સંભાળ્યો મહત્વની સમિતિઓનો કાર્યભાર જિલ્લા પંચાયતની સત્તાવાર યાદી મુજબ પદગ્રહણ કરનારા મુખ્ય ચેરમેનો અને તેમની સમિતિઓની યાદી નીચે મુજબ છે: આ તમામ નવનિયુક્ત પદાધિકારીઓની વરણી અને ચાર્જ સંભાળવાની પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ હવે ગાંધીનગર જિલ્લા પંચાયતની નવી બોડી સંપૂર્ણ વહીવટી કામકાજ અને પ્રજાલક્ષી કાર્યો માટે ફૂલ ફ્લેજ મૂડ સાથે સજ્જ થઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    તમામ પાત્ર તબીબોને બોન્ડ ફિલિંગમાં સામેલ કરવા રજૂઆત:ગુજરાતના 3336 તબીબો માટે બોન્ડની પ્રક્રિયા માંથી માત્ર 1490 તબીબોને જ ચોઈસ ફિલિંગની મંજૂરી મળતા રોષ
    Next Article
    મોરબી મનપાની પ્રથમ સામાન્ય સભામાં વહીવટી ખામીઓની ચર્ચા:ભાજપના ર્પોરેટરોના ફોન અધિકારીઓ ઉપાડતા નથી, નંદીઘરની હાલત પર પણ સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment