Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમામ પાત્ર તબીબોને બોન્ડ ફિલિંગમાં સામેલ કરવા રજૂઆત:ગુજરાતના 3336 તબીબો માટે બોન્ડની પ્રક્રિયા માંથી માત્ર 1490 તબીબોને જ ચોઈસ ફિલિંગની મંજૂરી મળતા રોષ

    8 hours ago

    ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાજેતરમાં એમબીબીએસ પૂર્ણ કરી ચૂકેલા તબીબો માટે એક વર્ષની બોન્ડેડ સેવાઓ માટે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ પ્રક્રિયામાં 3336 તબીબોની મેરિટ યાદી માંથી માત્ર 1490 તબીબોને જ ચોઈસ ફિલિંગ માટે પરમિશન આપવામાં આવતા તબીબી આલમમાં મુંઝવણ જોવા મળી હતી, ​આ અંગે ડો.અક્ષયગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે રાજ્યની સરકારી, ખાનગી અને GMERS મેડિકલ કોલેજોમાંથી 2020 બેચના કુલ 3336 વિદ્યાર્થીઓએ એમબીબીએસ પૂર્ણ કર્યું છે નિયમ મુજબ આ તમામ તબીબોએ એક વર્ષ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા આપવાની રહે છે, પરંતુ હાલની પ્રક્રિયામાં માત્ર 1490 તબીબોને જ બોન્ડ માટે પસંદગીની તક આપવામાં આવી છે, જે તબીબોને હાલમાં ચોઈસ ફિલિંગની મંજૂરી નથી મળી, તેમાંના ઘણા તબીબો આગામી 30 ઓગસ્ટ 2026 ના રોજ યોજાનાર NEET PG ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેઓ હાલના રાઉન્ડને બદલે બીજા રાઉન્ડમાં જોડાવા માંગે છે. ​આ બાબતે ડો.ગોસ્વામીએ સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન, સર ટી. જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને ભાવનગરના વિભાગીય નાયબ નિયામકને લેખિત રજૂઆત કરી છે તબીબો બોન્ડ પૂર્ણ કરવા ઈચ્છે છે અને રાજ્યના આરોગ્ય માળખામાં યોગદાન આપવા તૈયાર છે, તેમને તક મળવી જોઈએ, સરકારે જે 1490 તબીબોને બાકાત રાખ્યા છે, તેમના પર હકારાત્મક વિચારણા કરી તમામ પાત્ર તબીબોને ચોઈસ ફિલિંગમાં સામેલ કરવા જોઈએ. ​જો સરકાર આ બાબતે સકારાત્મક નિર્ણય લેશે, તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશે અને તબીબોના ભવિષ્ય સાથે પણ ન્યાય થશે...
    Click here to Read More
    Previous Article
    આગ લાગે ત્યારે શું કરવું?:રાજકોટ મનપા દ્વારા ફાયરના સાધનોનાં ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ અપાઈ, દિલધડક દ્રશ્યો સર્જાયા
    Next Article
    પદગ્રહણ સમારોહમાં સત્તાનું શક્તિ પ્રદર્શન:ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ધારાસભ્યોની હાજરીમાં વિવિધ સાત સમિતિના નવ નિયુક્ત ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment