Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગ લાગે ત્યારે શું કરવું?:રાજકોટ મનપા દ્વારા ફાયરના સાધનોનાં ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ અપાઈ, દિલધડક દ્રશ્યો સર્જાયા

    8 hours ago

    રાજકોટની પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કૂલમાં કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમ દ્વારા મોકડ્રીલ અને ફાયર સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ લાગે ત્યારે સેકન્ડોમાં કેવી રીતે બચાવ કરવો, ઇવેક્યુએશન પ્લાન અને વિવિધ અગ્નિશામક સાધનો વાપરવાની P.A.S.S. ટેકનિક સમજાવી માર્ગદર્શન અપાયું હતું. શાળામાં લાગેલી ફાયર સિસ્ટમ જેવી કે હોઝ રીલ, ડિલિવરી હોઝ, હાઇડ્રન્ટ, ફાયર અલાર્મ અને પંપને લાઈવ ઓપરેટ કરીને તેની કામગીરી સમજાવવામાં આવી હતી. સેમિનારમાં 320 વિદ્યાર્થીઓએ ફાયર સેફ્ટીના પાઠ ભણ્યા હતા તાલીમના અંતે મેદાન પર લાઈવ ફાયર ડેમોન્સ્ટ્રેશન યોજીને આગ ઓલવવાની પ્રાયોગિક તાલીમ આપતા દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. આ રોમાંચક સેમિનારમાં 320 વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકો મળી કુલ 330 લોકોએ ફાયર સેફ્ટીના પાઠ ભણ્યા હતા. આ સમગ્ર ઓપરેશનને સ્ટેશન ઓફિસર પરેશભાઈ પી. ચુડાસમા, મોઈનભાઈ શેખ, લીડિંગ ફાયરમેન સંદીપભાઈ કાલિયા તથા ફાયર ઓપરેટર જયેશભાઈ ડાકી અને અનિલભાઈ એલ. સોલંકીએ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. જયુબીલી અને પરાબજાર રોડ દબાણમુક્ત થતાં ટ્રાફિક હળવો થયો રાજકોટના રાજમાર્ગો પર ગેરકાયદે દબાણોના કારણે સર્જાતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા અંગે મેયર નેહલ શુકલએ સમીક્ષા કર્યા બાદ દબાણ હટાવ શાખાને કડક આદેશ આપ્યા છે. જેના પગલે મનપા તંત્ર દ્વારા જયુબીલી શાક માર્કેટ મેઇન રોડ અને પરાબજાર મેઇન રોડ પરથી છેલ્લા 1 સપ્તાહથી રેંકડી-પથારાના દબાણો હટાવીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વર્ષો પછી આ બંને મુખ્ય રસ્તાઓ ખુલ્લા થતાં વાહનોની અવરજવર સરળ બની છે અને ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા હળવી થઇ છે, જેથી સ્થાનિક વેપારીઓ અને મુસાફરોએ મોટી રાહત અનુભવી છે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં હપ્તાબાજી, ગુંડાગીરી અને વિજીલન્સ સ્ટાફ સાથે ઘર્ષણની ઘટનાઓ સામે આવી ચુકી છે. ટ્રાફિક અને સુરક્ષાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મેયર દ્વારા પોલીસ તંત્ર સાથે સંકલન સાધીને કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. આ સાથે જ, ગેરકાયદે દબાણ કરનારાઓ સામે પગલાં લેવાની સાથે જરૂરિયાતમંદ ગરીબ રેંકડી ધારકો માટે વૈકલ્પિક જગ્યા પૂરી પાડવા અંગે પણ તંત્ર વિચારી રહ્યું છે. મનપા દ્વારા વધુ 10 ટ્રાફિક સર્કલ ડેવલપ કરવા ટેન્ડર પ્રસિદ્ધ કરાયા રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વધુ 10 ટ્રાફિક સર્કલ અને આઇલેન્ડ પ્રીમિયમ વસૂલીને જ આપવાના નિર્ણય હેઠળ નવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ તમામ સર્કલ જનભાગીદારીથી ડેવલપ કરવા તથા 5 વર્ષ માટે તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સહિતના રાઇટ્સ મેળવવા ઈચ્છુક સંસ્થાઓ કે પેઢીઓએ પ્રતિ સર્કલ નિયત થયેલ અપસેટ વાર્ષિક પ્રીમિયમ ભરવાનું રહેશે. શહેરના ઇસ્ટ અને સેન્ટ્રલ ઝોનના મુખ્ય રસ્તાઓ પર આવેલ સોરઠીયાવાડી સર્કલ, જલગંગા ચોક, સેટેલાઈટ ચોક, બાલક હનુમાન ચોક, આહીર સર્કલ, માધાપર મેઈન રોડ-એઈમ્સ રોડ જંકશન સર્કલ, સ્વ.નારણભાઈ કુંગસિયા ચોક, સ્વામિનારાયણ ચોક, કોલસાવાડી સર્કલ અને રેલ્વે સ્ટેશન સામે સાધુ વાસવાણી ચોકના આઈલેન્ડનો આ યોજનામાં સમાવેશ થાય છે. આ માટે રસ ધરાવતી સંસ્થાઓએ ટેન્ડર તા.23ના રોજ સાંજે 6 કલાક સુધીમાં ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા, મલ્ટી એક્ટીવીટી સેન્ટર, ત્રીજો માળ, નાનામવા ચોકડી, 150 ફૂટ રીંગ રોડ ખાતે રજૂ કરવાના રહેશે. કલેક્ટર કચેરી ખાતે કાયદા સલાહકારની કરાર આધારિત નિયુક્તિ કરાશે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કાયદા સલાહકારની કરાર આધારિત નિયુક્તિ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે ઉમેદવારોએ પોતાના અરજી ફોર્મ તમામ જરૂરી આધાર-પુરાવાઓ સાથે આગામી તા.24 જુલાઈ સુધીમાં કચેરી સમય દરમિયાન રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી. મારફત અથવા કચેરીની રજિસ્ટ્રી શાખામાં રૂબરૂ આપવાના રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલી કે અધૂરી વિગતો ધરાવતી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી માટે 11 માસની મુદત માટે તદ્દન એડહોક ધોરણે નિયુક્ત થનારા કાયદા સલાહકારને માસિક રૂ.60 હજાર ચૂકવવામાં આવશે. આ જગ્યા પર પસંદ થનારા ઉમેદવારે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ તેમજ રાજ્ય બહારની અન્ય કોર્ટમાં કલેક્ટર કચેરીના કોર્ટ કેસો અંગે સંબંધિત એડવોકેટ સાથે સંકલન સાધવાનું રહેશે. આ ઉપરાંત, પેરાવાઇઝ રીમાર્ક્સ અને એફિડેવિટ તૈયાર કરવા, મુદતે કોર્ટમાં હાજર રહી સરકારી વકીલને બ્રીફિંગ કરવું તેમજ સરકાર તરફે સબળ બચાવની કામગીરી કરવા માટે જરૂરી વિગતો પૂરી પાડવાની કામગીરીઓ સંભાળવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, અરજી કરનાર ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    Sukendu Shekhar समेत TMC के तीन पूर्व MP BJP में शामिल।Sushmita Dev, Sukendu, Prakash Chik Joins BJP
    Next Article
    તમામ પાત્ર તબીબોને બોન્ડ ફિલિંગમાં સામેલ કરવા રજૂઆત:ગુજરાતના 3336 તબીબો માટે બોન્ડની પ્રક્રિયા માંથી માત્ર 1490 તબીબોને જ ચોઈસ ફિલિંગની મંજૂરી મળતા રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment