Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોન્ટ્રાક્ટ કરતા તો બે કર્મચારી રાખવા સસ્તા:AMC વિવિધ કાર્યક્રમો માટે આમંત્રણ પત્રિકા ડિઝાઇન કરવા 60 લાખના ખર્ચ પર બ્રેક, અધિકારીઓ જવાબ ન આપી શક્યા

    11 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે યોજાતા વિવિધ કાર્યક્રમો માટે આમંત્રણ પત્રિકા અને હોર્ડિંગ્સની ડિઝાઇન તૈયાર કરવાના નામે થતા મોટો ખર્ચ પર સ્ટેન્ડિંગ કમિટીએ બ્રેક લગાવી દીધી છે. આ કામગીરી માટે આશરે 60 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કરવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવી નથી. દર મહિને માત્ર પત્રિકા અને હોર્ડિંગની ડિઝાઇન બનાવવા પાછળ 6થી 6.50 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાને લઈને ચેરમેને પબ્લિસિટી વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. અધિકારીઓ પાસેથી આ અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતા આ દરખાસ્તને આગામી કમિટી સુધી રોકી રાખવાનો (નેક્સ્ટ કરવાનો) નિર્ણય લેવાયો છે. 10 ડિઝાઇનની સામે ₹6.5 લાખનો ખર્ચ વધુ પડતો: ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે કોર્પોરેશન દ્વારા અંદાજે 120 જેટલા કાર્યક્રમો યોજાયા હતા. આ હિસાબ પ્રમાણે ગણતરી કરીએ તો દર મહિને સરેરાશ 10 કાર્યક્રમો થાય છે. આ માત્ર 10 કાર્યક્રમોની ડિઝાઇન તૈયાર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દર મહિને 6.5 લાખ રૂપિયાનો ખર્ચ અંદાજે છે, જે વાસ્તવિકતા કરતાં ઘણો જ વધારે અને અયોગ્ય છે. એજન્સીઓની મુદત અને બજેટ વધારવાની હતી પેરવી કોર્પોરેશન દ્વારા વિવિધ સરકારી ફંકશન અને જનજાગૃતિ અભિયાન માટે હોર્ડિંગ્સ, બેનર્સ તેમજ ઇવેન્ટ માટે આમંત્રણ પત્રિકા અને કાર્ડ છપાવવા માટે ડિઝાઇન તૈયાર કરવા અગાઉ 4 એજન્સીઓ નક્કી કરાઈ હતી. આ એજન્સીઓને ઘટાડેલા ભાવ અનુસાર કામગીરી સોંપી તેમની એમ્પેનલમેન્ટ મુદતમાં વધારો કરવા માટે દરખાસ્ત રજૂ કરાઇ હતી. અગાઉ પણ આ કામગીરી માટે 30 લાખ રૂપિયાની રકમ વધારવામાં આવી હતી. આ રકમ પૂર્ણ થઈ જતાં 31મી ડિસેમ્બર 2026થી બજેટમાં વધુ 45 લાખ રૂપિયાનો વધારો કરવાની માંગણી કરવામાં આવી હતી, જેથી નવી ડિઝાઇન તૈયાર કરવાનું કામ ચાલુ રાખી શકાય. સરકારી નાણાંનો વ્યય રોકવા કોન્ટ્રાક્ટ પર કર્મચારી રાખવા સૂચન આ નિર્ણય પાછળનું તાર્કિક કારણ આપતા કમિટીમાં ચર્ચા થઈ હતી કે, સામાન્ય રીતે કોઈપણ કાર્ડ કે આમંત્રણ પત્રિકા પ્રિન્ટ કરાવવામાં આવે ત્યારે પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો પોતે જ આ પ્રકારની ડિઝાઇનની સેવાઓ આપતા હોય છે. આવા સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિઝાઇનિંગ પાછળ આટલી મોટી રકમ ખર્ચ કરવાની કોઈ જ આવશ્યકતા નથી. દરખાસ્તની રકમ મુજબ માત્ર 10 કાર્ડની ડિઝાઇન પાછળ દર મહિને સાડા છ લાખ રૂપિયા વેડફવાને બદલે કોર્પોરેશનમાં ફિક્સ પગાર કે કોન્ટ્રાક્ટ પર કાયમી ગ્રાફિક ડિઝાઇનર રાખવામાં આવે તો તે ઘણું સસ્તું પડી શકે તેમ છે. આ પ્રજાલક્ષી અને કરકસરભર્યા અભિગમને કારણે હાલ પૂરતી આ દરખાસ્ત નામંજૂર કરી આગળની કમિટી પર છોડવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી મનપાની પ્રથમ સામાન્ય સભામાં વહીવટી ખામીઓની ચર્ચા:ભાજપના ર્પોરેટરોના ફોન અધિકારીઓ ઉપાડતા નથી, નંદીઘરની હાલત પર પણ સવાલ
    Next Article
    Surat News | સુરતમાં ખાડીપૂરથી જનજીવન પ્રભાવિત | Flood | Monsoon | Gujarat Rain | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment