Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ કલેકટરની અંતરિયાળ ગામડાઓમાં સરપ્રાઈઝ વિઝીટ:પોલારપર, રણજીતગઢ ગામની પ્રાથમિક સ્કૂલ, આંગણવાડી કેન્દ્રમાં પહોંચ્યા; પીવાનું પાણીની સમસ્યા, આંતરિક રસ્તા ખરાબ

    9 hours ago

    રાજકોટ જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને ગ્રામીણ સ્તરે વહીવટી પ્રક્રિયા વધુ પારદર્શક બને તેવા હેતુ સાથે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે આંતરિયાળ ગામડાઓમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. તેમણે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પોલારપર અને રણજિતગઢ ગામની ઓચિંતી મુલાકાત લઈને સ્થાનિક વિકાસ કામોની સમીક્ષા કરી હતી. જોકે આ દરમિયાન ઉનાળામાં પીવાના પાણીની તકલીફની સાથે આંતરિક રસ્તાઓ ખરાબ હોવાની સમસ્યા સામે આવી હતી. અધિકારીઓને તાકીદે યોગ્ય પગલાં લેવા આદેશ કલેકટર ડો. ઓમપ્રકાશ સૌપ્રથમ પોલારપર ગામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના શિક્ષણનું સ્તર અને પૌષ્ટિક આહારના વિતરણની વ્યવસ્થા ચકાસી હતી. ગ્રામજનો દ્વારા ઉનાળા દરમિયાન કે સામાન્ય દિવસોમાં પડતી પાણીની તકલીફ અંગે રજૂઆત કરવામાં આવતા કલેકટરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદે યોગ્ય પગલાં લેવા આદેશ આપ્યા હતા. કલેકટર દ્વારા ગ્રામપંચાયતના દફતર ચકાસણી આ ઉપરાંત પોલારપર ગામને જોડતા મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ ખરાબ હોવાની સમસ્યાની રજૂઆત કલેકટર સમક્ષ આવી હતી અને તેને પગલે આ રસ્તાના રીપેરિંગ કામને વહેલી તકે મંજૂરી આપવાની ખાતરી આપી હતી. કલેકટર દ્વારા આ બંન્ને ગામોમાં ગ્રામપંચાયતના દફતર ચકાસણી કરી હતી. જેથી સ્થાનિક કક્ષાએ કોઈ સમસ્યા હોય તો સીધા કલેક્ટર તેને જાણી શકે અને તેનાથી તે સમસ્યા તાત્કાલિક દૂર થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રખડતા ઢોર-શ્વાનનો ત્રાસ યથાવત:ડો. હિતેશ જીમડિયાએ નગરપાલિકાને રજૂઆત કરી, કાર્યવાહીની માંગ
    Next Article
    MKBUમાં પરિણામોનો મોટો છબરડો:100 માંથી માત્ર 1 માર્ક મળતાં યુનિવર્સિટી ટોપર સહિત LAW ના વિદ્યાર્થીઓનો ભારે આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment