Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MKBUમાં પરિણામોનો મોટો છબરડો:100 માંથી માત્ર 1 માર્ક મળતાં યુનિવર્સિટી ટોપર સહિત LAW ના વિદ્યાર્થીઓનો ભારે આક્રોશ

    10 hours ago

    મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા જાહેર કરવામાં આવેલા લો (LAW) ના તાજેતરના પરિણામોમાં મોટી ગેરરીતિ અને પેપર ચેકિંગમાં ગંભીર બેદરકારી સામે આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. યુનિવર્સિટીના વહીવટી તંત્રના અણઘડ વહીવટને કારણે સેંકડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કુલપતિને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆતો કરી છે. એક જ વિષયમાં 70 ટકાથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ લોના વિદ્યાર્થીઓ બારૈયા કેયુર, મીના છાટબાર સહિતના અન્ય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, લોના સેમેસ્ટરના પરિણામમાં 'લો ઓફ ટોટ્સ' (Law of Torts) જેવા મહત્વના વિષયમાં એકાએક 70 ટકાથી વધુ વિદ્યાર્થીઓને ફેઈલ (નાપાસ) જાહેર કરવામાં આવ્યા છે. આ પૂર્વે સેમેસ્ટર-1માં પણ 'કોન્ટ્રાક્ટ' ના પેપરમાં આ જ પ્રકારે મોટા પાયે વિદ્યાર્થીઓને કે.ટી. (એટીકેટી) આપવામાં આવી હતી. ટોપર વિદ્યાર્થીને મળ્યો માત્ર 1 માર્ક! વિદ્યાર્થીઓમાં સૌથી વધુ આક્રોશ પરિણામની વિસંગતતાને લઈને છે. અગાઉ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે આવી ચૂકેલા ટોપર વિદ્યાર્થી અદ્વૈત દેવમુરારીને 100 માંથી માત્ર 1 માર્ક આપવામાં આવ્યો છે! વિદ્યાર્થીઓના મતે, પરીક્ષામાં 40 થી 45 પેજના સવિસ્તાર જવાબો લખ્યા હોવા છતાં આ પ્રકારનું પરિણામ તદ્દન અવાસ્તવિક, હાસ્યાસ્પદ અને શંકાસ્પદ છે. વિદ્યાર્થીઓને વર્ષ બગડવાની ભીતિ યુનિવર્સિટીના નિયમ મુજબ, સેમેસ્ટર 1 અને 2 ની કે.ટી. ક્લિયર ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને સેમેસ્ટર 3 માં પ્રવેશોત્સવ કે એડમિશન આપવામાં આવતું નથી. આ છબરડાના કારણે હવે વિદ્યાર્થીઓનું આખું શૈક્ષણિક વર્ષ બગડે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. વિદ્યાર્થીઓએ કુલપતિ સમક્ષ મુખ્ય માંગણીઓ મૂકી પરિણામોમાં થયેલા આ મોટા છબરડા સામે લોના વિદ્યાર્થીઓએ એકઠા થઈને કુલપતિ સમક્ષ ન્યાયની માંગણી કરતા જે પેપરોમાં શંકાસ્પદ રીતે અત્યંત ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે, તે તમામ પેપરોનું ફરીથી કોઈ નિષ્પક્ષ પ્રોફેસર પાસે મૂલ્યાંકન કરાવવામાં આવે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને બેદરકારીથી પેપર તપાસનાર અધ્યાપકોના નામ જાહેર કરી તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવાય. અન્ય યુનિવર્સિટીઓની જેમ જ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સેમેસ્ટર 3 માં એડમિશન માટે 'કેરી ફોરવર્ડ' ની મંજૂરી આપવામાં આવે, જેથી કોઈનું વર્ષ ન બગડે. છેલ્લા કેટલાક સમયથી માત્ર લો જ નહીં, પરંતુ અંગ્રેજી અને અન્ય વિષયોના પરિણામોમાં પણ આવા જ છબરડા સામે આવી રહ્યા છે, જેથી યુનિવર્સિટી આ પ્રકારની આડોડાઈ અને ગંભીર ભૂલો કાયમ માટે બંધ કરે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ કલેકટરની અંતરિયાળ ગામડાઓમાં સરપ્રાઈઝ વિઝીટ:પોલારપર, રણજીતગઢ ગામની પ્રાથમિક સ્કૂલ, આંગણવાડી કેન્દ્રમાં પહોંચ્યા; પીવાનું પાણીની સમસ્યા, આંતરિક રસ્તા ખરાબ
    Next Article
    Karnataka to buy power from cogeneration plants amid hydropower shortfall

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment